સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હવે તો સાવજનાં આંટાફેરા છેક ચલાલાની સીમ સુધી જોવા મળે છે.ગઈકાલે લગભગ રાત્રિના અગિયારનાં સુમારે ચલાલા સાવરકુંડલા રોડ પર ચલાલાથી માત્ર એક કિલોમીટર દૂર એટલે કે ચલાલાની સીમમાં જ સાવરકુંડલા ચલાલા રોડ પર ઊભા રોડે એ વનરાજની બાદશાહીથી ચાલથી ચાલતો જોવા મળેલ. જંગલમાં સિંહ જોવા મળે એ તો સ્વાભાવિક છે પણ આમ અડધી રાત્રે કોઈ શહેરની સીમમાં ઊભા રોડે બાદશાહી ઠાઠથી શિકારાર્થે વિહરતાં સિંહને જોવાનો પણ એક અનોખો લ્હાવો જ ગણાય. એક વાત તો સુનિશ્ચિત છે કે હવે આ સિંહરાજને ગીરનું જંગલ ખરેખર ટૂકું પડે છે. ગઈકાલે રાત્રે રોડ પર શિકાર અર્થે નીકળેલ આ વનરાજ પણ પૂરાં કદનો એકલો વિહરતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ અચંબામાં પડી ગયા હતા. આ વનરાજનો પણ એક બાદશાહી ઠાઠમાઠ હોય છે હોય ભલે જંગલ કે શહેરની સીમમાં પણ એનો ઠાઠમાઠ તો હમેશાં રોયલ જ હોય છે.