મકસુદ કારીગર,કઠલાલ
ચારુતર વિદ્યા મંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ વલ્લભ વિદ્યાનગર ખાતે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના યોજાઈ. આ પ્રસંગે કોલેજ ના આચાર્ય શ્રી, અધ્યાપક શ્રી તેમજ વિધાર્થીઓ તથા સ્ટાફ દ્વારા માતા સરસ્વતીનું પૂજન, અર્ચન તથા પ્રાર્થના કરવામાં આવી. આચાર્ય શ્રી ડો.ધીરુભાઈ દેસાઈ એ વસંત પંચમી નું મહીમા સમજાવી એક કલાકાર માટે આ દીવસ નો કેટલો મહીમા હોવું જોઈએ તે વિશેષ સમજણ આપી હતી. અધ્યાપક શ્રી તસવુર મલેકે રાગ બસંત ની પ્રસ્તુતિ આપી સમગ્ર માહોલ બસંતમય કર્યો હતો. આ તબક્કે તમામ વિભાગ ના વિધાર્થીઓ, સ્ટાફ, અધ્યાપકો મિત પાંડવ, વિલિસ પરમાર, ઉર્મી ત્રીવેદી હાજર રહ્યા.
Attachments area
|
|
|
