Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી  નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ટીમ બનાવી સત્વરે પકડી પાડવાની ઝુંબેશ હેઠળ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા ખાનગી બાતમીદારો રોકી કાર્યરત હતા દરમ્યાન આજરોજ એ.એસ.આઇ. મીઠીયાભાઇ બલસીંગભાઇ બ.નં.૦૦૩ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નસવાડી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૧૦૬૪/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એઇ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી લાલીયા ભાઇ નારજી ભાઇ જાતે-ડુંભીલ રહે.હરખોડ તા.નસવાડી જી.છોટાઉદેપુર નાનો તેના ગામ હરખોડ આવેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ સદરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેને કોરોન્ટાઇન કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220205-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *