નવીદિલ્હી
વડાપ્રધાન મોદી ૧૧મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી રાષ્ટ્રને સમર્પિત કરવા અને ઈન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરીડ ટ્રોપિક્સની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે તેલંગાણાની મુલાકાતે આવ્યા હતા. પીએમ મોદી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવ પણ અહીં મોદીનું સ્વાગત કરનારા ફૈંઁમાં સામેલ હતા. પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ગેરહાજર હતા.તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ન હતા, જેના માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે. જાે કે રાવે એરપોર્ટ પર તેમની ગેરહાજરી માટે નાદુરસ્ત તબિયતને ટાંકીને કહ્યું કે, ખરાબ તબિયતને કારણે તેઓ પીએમ મોદીને રિસીવ કરવા આવી શક્યા નથી. સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ભાજપના નેતા પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે, મુખ્યમંત્રીના આ ર્નિણયની અસર રાજ્યની રાજકીય ગતિવિધિઓ પર પડશે. રેડ્ડીએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે, મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનને લેવા પણ ન ગયા. આ એક બહાનું છે. મને લાગે છે કે પીએમ મોદી પર અનેકવાર આરોપ લગાવ્યા બાદ તેમનામાં પીએમનો સામનો કરવાની હિંમત નથી. કોંગ્રેસ નેતા વી હનુમંત રાવે પણના આ વલણની નિંદા કરી અને કહ્યું કે, આ ભારતના બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, વિરોધી પક્ષના નેતા તરીકે મને લાગે છે કે,તેઓ બંધારણની અવગણના કરવા માંગે છે. રાવ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આ લોકશાહી રાષ્ટ્ર છે. હું બંધારણ વિરુદ્ધ થઈ રહેલી કોઈપણ પ્રવૃત્તિની વિરુદ્ધ છું.