Gujarat

રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.

*રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.*

*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કેસર કેરીના ૨૦ હજાર બોક્સની આવકો થઈ છે. આ વખતે લોકડાઉન છે. ત્યારે કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે. એકંદરે હાલમાં કેરીના સરેરાશ ભાવ બોક્સના ૪૦૦ રૂપિયા આસપાસ રહેવાની ધારણા છે. કેસર કરીને લઈને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે લોકોને સારી ક્વોલિટીની કેરી ખાવા મળશે. તેનું સૌથી મોટું કારણ છે. વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ. કારણ કે સમગ્ર વિશ્વમાં ઘણાં દેશોમાં લોકડાઉન છે. અને બીજી બાજુ હવાઈ સેવા પણ મોટા ભાગના દેશોમાં બંધ છે. ત્યારે આ વખતે ગુજરાતમાં કેસર કેરની નિકાસ થાય તેની શક્યતા નહિંવત છે. આ સ્થિતિમાં કેસર કેરીનું વેચાણ ગુજરાત અને ભારતમાં જ થશે. જેના કારણે લોકોને સારી ક્વોલિટીની કેસર કેરીનો સ્વાદ માણવા મળશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200511-WA0518.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *