*રાજકોટ શહેર કલેકટર તંત્રની ઓનલાઇન અરજી પ્રક્રિયા લોલમ લોલ કચેરીએ લોકોનો ધસારો યથાવત.*
*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન અમલમાં હોય કઈ સેવા કે દુકાનો ખુલ્લી રાખવી અને કઈ સેવા કે દુકાનો બંધ રાખવી તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જે દુકાનોને છૂટ મળી છે. તેઓને ઇમરજન્સી પાસ મેળવવાનો રહે છે. ઉપરાંત સરકાર દ્વારા જે લોકો અન્ય રાજ્યમાં કે જિલ્લામાં ફસાયા છે. તેઓને પોતાના વતન જવા માટે કલેકટર તંત્રની મંજૂરી લેવી પડે છે. આમ ઇમરજન્સી પાસ અને અન્ય જિલ્લા કે રાજ્યના પરિવહન માટેની મંજૂરી મેળવવા જિલ્લા કલેકટર કચેરી ખાતે શરૂઆતના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. જો કે મોટા ભાગના કિસ્સામાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે રિજેક્ટ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રશ્ન અંગે ફરિયાદ કરવા છેલ્લા ઘણા દિવસથી લોકો જિલ્લા કલેકટર તંત્રને રજુઆત કરી રહયા છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ પહોંચીને પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. હાલ તો આ ઘટનામાં એક જ વિકલ્પ દેખાઈ રહ્યો છે. કલેકટર તંત્ર દ્વારા ઓનલાઇન પ્રક્રિયાની કામગીરીમાં સુધારો કરવામાં આવે તો લોકોને કલેકટર કચેરી સુધી ધક્કો ન ખાવો પડે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*