*રાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે.*
*રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી મળી છે. અને થોડા દિવસોમાં જ સિન્ડીકેટની બહાલી બાદ યુનિવર્સિટીના બાંધકામો પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ કરવામાં આવશે. રૂા.૧ કરોડના ખર્ચે વુમન્સ યોગા હોલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ માટે સરકારે ૨૦૧૭માં ગ્રાન્ટ મંજૂર કરી હતી. આંકડાશાસ્ત્ર ભવનના સેમીનાર હોલમાં રૂા.૬.૨૨ લાખના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને એસ્ટેટે બહાલી આપી છે. તેમજ ન્યુ કમ્બાઈન્ડ લેબોરેટરી રૂા.૧૯ લાખના ખર્ચે બનાવવામાં આવશે. રૂા.૩.૨૫ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. રૂા.૩.૪૫ કરોડના ખર્ચે નોનટીચીંગ સ્ટાફ કવાર્ટસના પ્રોજેકટ પણ એસ્ટેટ કમીટીએ બહાલી આપી છે. આ બન્ને પ્રોજેકટ ૨૦૧૯માં મંજૂર થયેલા છે અને આ માટે સરકારે પણ ગ્રાન્ટ ફાળવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*