મુંબઈ
અદાણી વિલ્મરના આઇપીઓના લિસ્ટિંગથી ગૌતમ અદાણીની આ કંપનીના આઇપીઓને ૧૭ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું, પરંતુ તગડા નફાની આશા કરી રહેલા રોકાણકારોને નિરાશા હાથ લાગી શકે છે. તેનું કારણ ગ્રે માર્કેટમાં પ્રિમીયર સતત ઘટી રહ્યું છે. અદાણી વિલ્મરના અનલિસ્ટેડ શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમમાં છેલ્લાં સતત ચાર દિવસમાં ઘટાડો આવ્યો છે. ચાર દિવસ પહેલાં ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ૪૫ રૂપિયા ચાલી રહ્યું હતું જે લિસ્ટિંગના એક દિવસ પહેલાં આ તૂટીને ૨૮ રૂપિયા રહ્યા છે. આ શેર આઠ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે. પરતું તેનું જીએમપી (ગ્રે માર્કેટ પ્રાઇસ) ઇશ્યુ પ્રાઇસ કરતાં માત્ર ૧૫ ટકા જ ઉપરમાં ટ્રેડ કરી રહી છે. ય્સ્ઁનું માનીએ તો કંપનીનો શેર ૨૫૮ રૂપિયા પર લિસ્ટ થઇ શકે છે જે તેની ઇશ્યુ પ્રાઇસ (૨૩૦ રૂપિયા) કરતા માત્ર ૧૩ ટકા વધુ છે. અદાણી વિલ્મર આઇપીઓ ૨૭મી જાન્યુઆરીના રોજ ખૂલ્યો હતો અને ૩૧મી જાન્યુઆરીના રોજ બંધ થયો હતો. તેના માટે પ્રાઇસ બેન્ડ ૨૧૮-૨૩૦ રૂપિયા નક્કી કરાઇ હતી. આ ઇશ્યુથી કંપનીએ ૩૬૦૦ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.
