Gujarat

સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજ માટે જામનગર મનપાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી

જામનગર
જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઇ રહ્યો છે જેને લઇને આજે સવારથી શહેરની ગુરુદ્વાર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધી ૩૦ મીટરના ડી.પી રોડ અંતર્ગત અડચણરૂપ દબાણો દુર કરવા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વધુ મદદ માટે રેલવે પોલીસને પણ સાથે રાખવામાં આવી છે. આ ઉપરાંત પીજીવીસીએલ શાખાની પણ મદદ લેવામાં આવી છે. આ કમગીરીમાં જામનગર મનપા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના મુકેશ વરણવા, દીક્ષિતભાઈ, રાજભા જાડેજા, રાજભા ચાવડા, રેલ્વે પોલીસ, અને સ્થાનિક પોલીસનોને સાથે રાખી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.જામનગર શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઇ રહ્યો છે. જેને લઇને મહાનગરપાલિકાએ અડચણરૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે.

Pressure-removal-for-overbridge.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *