અમદાવાદ
પહેલી ફેબ્રુઆરીએ મંદિર ખોલવા માટે ડિફેન્સ ઓથોરિટીની લેખિત મંજુરી માંગી હતી. જેનો જવાબ નહીં મળતાં ૭મી ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર ખોલાશે તેવો ર્નિણય કરવામાં આવ્યો હતો. હવે મંદિર આવતીકાલે ૮મી ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. કેમ્પ હનુંમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટી દ્વારા ૮ ફેબ્રુઆરીથી મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી શરૂ કરવા ર્નિણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે ૮ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ખોલવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થે આવેલા લોકોએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. અગાઉ ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર આગામી ૭ ફેબ્રુઆરીએ પૂર્વે કોરોનાના સક્રમણ અંગે સમીક્ષા કરાશે. જાે સક્રમણ વધશે તો મંદિર ખોલવામાં આવશે નહીં અને સક્રમણ ઘટશે તો મંદિર ખોલવાનો ર્નિણય કરાશે. જેથી હવે કોરોનાના કેસો ઘટતાં ટ્રસ્ટીઓ તરફથી આઠમી ફેબ્રુઆરીએ મંદિર ખોલવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મંદિર બંધ હતું એ દરમિયાન પણ નિયત સમયે આરતી કરવામાં આવતી હતી. જ્યારે મંદિર બંધ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાજ્યના અન્ય મંદિરો પણ દર્શનાર્થે ખોલવામાં આવ્યાં હતાં. ત્યારે દર્શનાર્થીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યના મોટા મંદિરો ખુલતા હોય તો કેમ્પ હનુમાન મંદિર માટે મંજૂરી આપવી જાેઇએ. મોટી સંખ્યામાં શહેરીજનો મંગળવાર, શનિવાર અને વિવિધ તહેવારોમાં દર્શન માટે આવે છે. જેથી હવે મંદિર ખુલતાં જ ભગવાનના દર્શન કરી શકાશે.
