Gujarat

હળવદ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી

મોરબી
હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલા નકલંક ટાઉનશીપમાં રહેતા અને મૂળ કોંઢના કલ્યાણપુર ગામના પ્રતાપભાઈ ધમાભાઈ ભુંભરીયા ઉંમર વર્ષ ૨૩ નામનો યુવાન દૂધ દેવા માટે ઘરેથી હળવદ જવા રવાના થયો હતો. જાે કે બે કલાક વીતવા છતાં પણ યુવાન ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. એવામાં યુવાનના દૂધ ભરેલા કેન સાથેનું બાઈક અને મોબાઈલ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવતા યુવાનની શોધખોળ શરૂ કરાઇ હતી. બીજી તરફ આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની આશંકા વચ્ચે પરિવારજનો દ્વારા હળવદના ટીકર ગામના તરવૈયાઓની મદદથી ગઈકાલે દિવસ દરમિયાન નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. જાે કે, મોડી સાંજ સુધી યુવાનનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. બાદમાં પરિવારજનો દ્વારા રાત્રિના સમયે વોટરપ્રુફ કેમેરાથી પણ નર્મદા કેનાલમાં શોધખોળ જારી રાખી હતી. તેવામાં રાતના દોઢેક વાગ્યાની આસપાસ પ્રતાપભાઈનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતક યુવાન અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો કે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જુવાનજાેધ દીકરાના અકાળે અવસાનથી પરિવારજનોમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.હળવદના શક્તિનગર ગામ નજીક આવેલા નકલંક ટાઉનશીપમાં રહેતા ૨૩ વર્ષીય યુવાને કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેના ડૂબી ગયા બાદ ૨૦ કલાકની ભારે શોધખોળ બાદ આ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કઢાઇ છે.

The-body-of-the-young-man-was-found-in-the-Narmada-Canal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *