Gujarat

દેવગઢ બારિયામાં ૨.૯૦ લાખનો દારૂ સાથે ૨ ખેપિયા ઝડપાયા

દાહોદ
દેવગઢ બારીયા તાલુકાના નાડાતોડ ગામેથી ચાર મોટરસાઈકલો પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં ચાર ઈસમો પૈકી પોલીસે બે ચાલકોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે ચાલકો સ્થળ પર પોતાની મોટરસાઈકલ મુકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨ લાખ ૯૦ હજાર ૫૫૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર મોટરસાઈકલો કબજે લઈ બે જણાની અટકાયત કરી હતી. વિજય નારીયાભાઈ તોમર, કરણ શંકરભાઈ રાઠવા, ઈન્દુ પુનીયાભાઈ તોમર અને પર્વત કાન્તીભાઈ રાઠવા પોતપોતાની ચાર મોટરસાઈકલો પર વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરતાં હતાં અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના નાડાતોડ ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય જણાની મોટરસાઈકલનો પીછો કરતાં પોલીસે વિજય અને કરણને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઈન્દુ અને પર્વત પોલીસને ચકમો આપી પોતાની મોટરસાઈકલો સ્થળ પર મુકી નાસી ગયા હતાં. પોલીસે ચારેય મોટરસાઈકલો પરથી કંતાનના થેલાઓમાં ભરી રાખેલો વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૨૦૮૮, કિંમત રૂ. ૨ લાખ ૯૦ હજાર ૫૨૦ના દારુના જથ્થા સાથે ચાર મોટરસાઈકલો મળી કુલ રૂ. ૩ લાખ ૫૫ હજાર ૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાગટાળા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2.90-lakh-worth-of-liquor-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *