જુનાગઢ
જૂનાગઢ વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પુંજા સરમણ મૂળિયાસિયા અને ધીરૂ નેભા કડછા બંન્ને શખ્સો ધીરૂના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વંથલી પીએસઆઈ એ.પી.ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પુંજા સરમણ મૂળિયાસિયા, ધીરૂ નેભા કડછા બંન્ને રહે.ધંધુસર, ભરત વિક્રમ જાડેજા, ગગન નાથાભાઈ કડેગીયા, ભુરા મુળુભાઈ ઓડેદરા ત્રણેય રહે.કડેગી તા.કુતિયાણા, દિલીપ સવદાસ ખૂંટી રહે.અમરાપુર-જામજાેધપુર, રામ બાલુભાઈ વાઘ, કેશુ પરબતભાઈ વાદ્ય, માલદે અરજણ ઓડેદરા, ભના અરજણ ઓડેદરા ચારેય રહે.મિતી-માંગરોળ, પ્રભાતપરી શંકર ગોસાઈ રહે.ભાડ-પોરબંદર, ઉકાભાઈ ભીમસી આંબલીયા રહે.વાનાણા- જામજાેધપુર, જનકગીરી શિવગીરી ગોસ્વામી અને મનોજ ઉમાશંકરલાલ, ભૂરા મેરામણ છેલાણા ત્રણેય રહે.જેતપુર, અરજણ લીલા મોકરિયા, કાના મેણંદભાઈ ઓડેદરા, કાના ભુપત ઝાલા ત્રણેય રહે.ભાડ-પોરબંદર, ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા રહે.જામજાેધપુર વાળાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી રોકડા રૂ.૧.૪૪ લાખ, બે કાર, એક બાઈક અને ૧૩ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪.૯૬ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
