Maharashtra

મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણકુમારનું નિધન

મુંબઈ
મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે ૭૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રવીણના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે, પ્રણવીએ મહાભારત ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ તેના ભીમના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. પ્રવીણ પહેલા એથ્લીટ રહી ચૂક્યા છે. જાે કે, રમતગમતમાં પોતાનું કરિયર બનાવ્યા પછી, તે ફિલ્મી દુનિયા તરફ આગળ વધ્યો અને પછી તેણે પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા. બીઆર ચોપરાએ મહાભારત ઓફર કરી તે પહેલા પ્રવીણે ૩૦ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેને સાચી સફળતા મહાભારત શોથી જ મળી. પ્રવીણ અગાઉ એથલીટ રહી ચૂક્યો છે. તે ૪ વખત એશિયન ગેમ્સ મેડલ વિજેતા રહી ચૂક્યો છે. તેણે ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેણે બે વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેની શાનદાર રમત માટે તેને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પ્રવીણે અમિતાભ બચ્ચનની કલ્ટ ક્લાસિકલ ફિલ્મ શહેનશાહમાં મુખ્તાર સિંહનું પાત્ર ભજવ્યું હતું જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ. પ્રવીણે કરિશ્મા કુદરત કા, યુદ્ધ, જબરદ, ખુદગર્જ, લોહા, મોહબ્બત કે દુશ્મન, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રવીણે પણ વર્ષ ૨૦૧૩માં રાજનીતિમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે આમ આદમી પાર્ટી વતી વજીરપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અહીં હારી ગયા હતા. હાર બાદ પ્રવીણ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. થોડા સમય પહેલા પ્રવીણે પંજાબ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ ખેલાડી એશિયન ગેમ્સ રમે છે અથવા મેડલ જીતીને આવે છે ત્યારે તેને પેન્શન મળે છે. પરંતુ તેમને આવું કંઈ મળ્યું ન હતું. પ્રવીણ પોતાની નારાજગીને કારણે ઘણી ચર્ચામાં રહ્યો હતો.

Bhim-Mahabharat-Pravin-Kumar-Sobti.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *