પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સીટની વહેંચણીને લઈને ટીએમસીના ઘણા નેતાઓએ પ્રશાંત કિશોર સામે નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યા પછી આ વિશે અટકળો શરૂ થઈ. નેતાઓને પ્રશાંત કિશોરની દખલગીરી પસંદ નથી. પ્રશાંત કિશોર પણ ટીએમસી નેતાઓના વર્તનથી ખુશ નથી અને તેમણે અલગ રસ્તો અપનાવવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રશાંતે મમતા બેનર્જીને ત્યાં સુધી કહી દીધું છે કે તે હવે કામ કરવા નથી માંગતા. તે જ સમયે, મમતાએ જવાબ આપતા આભાર કહ્યું છે. શુક્રવારે સાંજે વિવાદ શરૂ થયો જ્યારે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જી અને પાર્ટીના અધ્યક્ષ સુબ્રત બક્ષીએ તેમના હસ્તાક્ષર સાથે પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર યાદી બહાર પાડી. પાર્ટીના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર ઉમેદવારોની એક અલગ સહી વિનાની યાદી દેખાઈ. બંને યાદીઓ બહાર આવ્યા પછી, રાજ્યના જુદા જુદા ભાગોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો કારણ કે ઘણા અસંતુષ્ટ કાર્યકરો ટાયર સળગાવવા અને સૂત્રોચ્ચાર કરવા માટે શેરીઓમાં ઉતરતા જાેવા મળ્યા હતા. મમતા બેનર્જીએ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે પાર્થ ચેટર્જી અને સુબ્રતા બક્ષી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અંતિમ છે. દરેકને ખુશ કરી શકાતા નથી. થોડી મૂંઝવણ છે જે દૂર થશે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી કે તેમણે પક્ષના સભ્યોની ફરિયાદો પર ધ્યાન આપવા માટે વરિષ્ઠ નેતાઓને સમાવતા તમામ જિલ્લાઓમાં સંકલન સમિતિઓની રચના કરી છે. ત્યારથી ્સ્ઝ્ર અને પ્રશાંત કિશોરના સંગઠન ૈં-ઁછઝ્ર વચ્ચેના સંબંધોમાં તણાવની અટકળોએ જાેર પકડ્યું છે.