Gujarat

કલોલમાં જીઓ કંપનીના ફાયબર લાઈનના ખોદકામ દરમ્યાન ગેસની પાઈપ લીકેજ

ગાંધીનગર
ગાંધીનગર કલોલના બોરીસણા રોડ પર જીઓ કંપની દ્વારા ફાયબર લાઈન નાખવા માટે આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેનાં કારણે સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં લીકેજ થવાથી આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો સાંજ પડતાં જ ખોરવાઈ ગયો હતો. જેનાં કારણે વસાહતીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગેસ લાઈનના ભંગાણ સર્જાતા રાંધણ ગેસનાં પુરવઠાની અછત સર્જાઈ હતી. જેનાં કારણે વસાહતીઓને આસપાસની હોટલ અને રેસ્ટોરન્ટનો સહારો લેવો પડ્યો હતો. કંપની દ્વારા આડેધડ ખોદકામ કરવાની પ્રવૃતિથી વસાહતીઓ રાત પડતાં જ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ગેસ લીકેજની જાણ થતાં સાબરમતી ગેસ કંપનીના માણસો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને લીકેજ બંધ કરવાની કામગરી કરી રહ્યા હતા. ત્યારે ગટર લાઈનમાં પણ ભંગાણ સર્જાયું હતું. જેનાં કારણે વસાહતીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ જીઓ કંપનીના માસણો ખોદકામ કરી રહી હતાં. જેનાં કારણે ગેસ લાઈન લીકેજ થઈ હતી. ગેસ બંધ થતાં આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં રાંધણ ગેસ બંધ થતા રહીશોને હોટલ તથા રેસ્ટોરન્ટનો લેવો પડ્યો સહારો લીધો હતો. બીજી તરફ સાબરમતી ગેસ ટીમ સ્થળ પર આવીને લીકેજ બંધ કરી રહી હતી. ત્યારે ગટર લાઇનમાં લીકેજ થઈ ગઈ હતી. જેનાં કારણે વધુ મુશ્કેલી ઉભી થઈ હતી. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા વધુ ઉમેર્યું હતું કે કંપની દ્વારા પરવાનગી વગર કરવામાં આવી રહ્યું હતું.કલોલ નગરપાલિકાની પરવાનગી પણ લીધી નથી. જાે કે કલોલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે સાબરમતી ગેસ એજન્સીને જાણ કરાતા સાબરમતી ગેસની ટીમ સ્થળ પર આવીને લીકેજ બંધ કરવાની કાર્યવાહીમાં લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *