Gujarat

ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ની માતા અને બાળ મરણ ઘટાડવા મા ઉત્તમ કામગીરી રૂપ સિંહ ફાળો

 ગિરગઢડા તા 10
   ભરત ગંગદેવ ગિરગઢડા.
ગઇકાલે સાંજ ના ૭ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકામા એક  પ્રાઇવેટ હોસ્પિટલ માથી એક અધુરા મહિને જન્મેલા બાળક ને શ્વાસ નળી અને અન્નનળી બંને એક સાથે હોવાથી તે બાળક ૧૦૮ એમ્બ્યુલન્સ વેરાવળ ૨ની ફોન આવેલો ત્યા  ફરજ પર હાજર કર્મચારી ઈએમટી.સોહિલ ધડુક અને પાયલોટ ભગવાન ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યા ત્યા જે બાળક નો જન્મ થયેલો હતો તેમને સ્વાસ લેવામા ખુબજ તકલીફ હતી અને હોસ્પિટલ જતી વેળા રસ્તા મા તે બાળક નુ હ્દય અચાનક ધબકતુ ઓછુ થતા ૧૦૮ ના ઈએમટી.સોહિલ ધડુક ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ તે બાળક ને જરુરી કૃત્રિમ સ્વાસ આપી ઓક્સિજન આપી ઇંજેક્શન અને જરુરી સારવાર આપી હ્દય ને ફરી ધબકતુ કરી તે બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો ત્યાર બાદ ૪૪૪ કિ.મી.સફર અને ૬ કલાક ની ભારે જહેમત થી તે બાળક ને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ મુકવામા આવ્યા હતુ બાળક નો જીવ બચાવવા થી તેમના સગા સંબંધીઓ એ આભાર માન્યો હતો ગિર સોમનાથ જિલ્લાના આરોગ્ય અધિકારી સીડીએસઓ.ભાયા સાહેબ અને આરસીએસઓ.અરુન રોય સાહેબ એ પણ ૧૦૮ ના કર્મચારી ને અભીનંદન પાઠવ્યા હતા ગિર સોમનાથ ૧૦૮ જિલ્લા અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *