Gujarat

વિશ્ર્વ વિખ્યાત ભારત રત્ન ગાયિકા લતાજીને ડીસા નગર દ્વારા અર્પણ કરાયેલ શ્રધ્ધાંજલી…

  ગિરગઢડા તા 10
  ભરત ગંગદેવ.
   જેમના નિધનથી ભારત ઉપરાંત સમગ્ર વિશ્ર્વને કારમો આઘાત લાગેલ છે તેવાં ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ડીસા સાંઈબાબા મંદિર ખાતે દિવ્ય પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતુ.સીનિયર સીટીઝન ગ્રુપ, બનાસ સાહિત્ય કલા સંઘ તેમજ શુભેચ્છક ગ્રુપ ડીસા દ્વારા જાણીતા ગાયક રસિકભાઈ ચાંપાનેરીના અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
     આ પ્રાર્થના સભામાં સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,દિનેશભાઈ કવિરાજ,દેવચંદભાઈ એન.ઠકકર, સતીષભાઈ પંચાલ,વર્ધારામ ત્રિવેદી,મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ મનવર, જયેશભાઈ દેસાઈ, મફતલાલ મોદી,ગફુલભાઈ દેસાઈ, જયેશભાઈ પરમાર સહિત  સૌએ પ્રસંગોચિત વકતવ્ય દ્વારા લતાદીદીના જીવન કવન વિષે વિસ્તૃત વિચારો  પ્રગટ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
    અધ્યક્ષ સ્થાનેથી રસિકભાઈ ચાંપાનેરીએ ગાયત્રી મંત્ર,શાંતિ મંત્ર,મૃત્યુંજય મંત્રના માધ્યમથી લતાદીદીના આત્માને ચિરશાંતિ મળે અને વૈકુંઠમાં વાસ થાય તે માટે પ્રાર્થના કરી હતી.ઉપસ્થિત સૌ કોઈએ બે મિનિટનું મૌન પાળી પોતપોતાના ઈષ્ટદેવતાનું સ્મરણ કરી લતાદીદીને સમગ્ર ડીસા નગર વતી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *