Gujarat

મોરબી ના દરેક રઘુવંશીઓને  લોહાણા મહાજન પ્રમુખ  ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ  નિર્મિતભાઈ કક્કડ ની નમ્ર અપીલ સહ નિમંત્રણ

    ગિરગઢડા તા 10
    ભરત ગંગદેવ
     સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે  વિશાળ સંકુલ નુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા  જીતુભાઈ સોમાણી સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે તા.૧૦/૧૧/૧૨-૨-૨૦૨૨ દરમિયાન પ.પૂ. હરિચરણદાસજી ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. તે ઉપરાંત તા. ૧૨-૨-૨૦૨૨ શનીવાર ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી ના દરેક રઘુવંશીઓ ને *શ્રી રામધામ* ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આ ઐતિહાસિક કાર્યક્રમ મા સહભાગી બનવા લોહાણા મહાજન-મોરબી પ્રમુખ  ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ  નિર્મિતભાઈ કક્કડ દ્વારા નમ્ર અપીલ સહ નિમંત્રણ પાઠવવા મા આવે છે.
*જય રામધામ*, *જય જલારામ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *