પાકિસ્તાન
કર્ણાટકના વિવાદ બાદ પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું કે, મોદીના ભારતમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે. અસ્થિર નેતૃત્વ હેઠળ ભારતીય સમાજ અત્યંત ગતિથી પતન તરફ જઈ રહ્યો છે. અન્ય ડ્રેસની જેમ હિજાબ પહેરવું એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. નાગરિકોને સ્વતંત્રપણે પોતાના ર્નિણયો લેવાનો અધિકાર મળવો જાેઈએ. અલ્લાહ હુ અકબર.’ ફવાદ ચૌધરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં જન્મેલી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ પણ કહ્યું છે કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં પ્રવેશતા અટકાવવા એ ભયાનક છે. એક ટ્વીટમાં મલાલાએ કહ્યું કે હિજાબ પહેરેલી છોકરીઓને સ્કૂલમાં પ્રવેશતી અટકાવવી એ ભયાનક છે. સ્ત્રીઓને વધુ કે ઓછા કપડાં પહેરવા માટે વાંધો ઉઠાવવામાં આવે છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરવું જાેઈએ. માત્ર મલાલા જ નહીં પાકિસ્તાન તરફથી હિજાબને લઈને મોટી સંખ્યામાં ટિ્વટ કરવામાં આવી રહી છે. આમાંના ઘણા એવા છે જેઓ ભારતીય સમાજમાં વૈમનસ્ય વધારનાર છે. હિજાબને લઈને આ આખો હંગામો કર્ણાટકનો છે જ્યાં કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે હિજાબ પહેરવાને કારણે તેમને કેમ્પસ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. કર્ણાટકના ઉડુપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી વુમન્સ કોલેજમાં ગયા મહિને હિજાબનો વિરોધ શરૂ થયો હતો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મલાલા યુસુફઝાઈનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. ૨૦૧૨માં મલાલા તાલિબાનની ગોળીઓનું નિશાન બની હતી. ત્યારે તે માત્ર ૧૧ વર્ષની હતી. તે હંમેશા પાકિસ્તાનમાં મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવતી રહી છે. ૨૦૧૪ માં મલાલા લાંબી સારવાર બાદ યુકેમાં તેના પરિવાર પાસે પરત ફરી અને તેના પિતાની મદદથી તેણે મલાલા ફંડની સ્થાપના કરી. તેમના કાર્યોને ધ્યાનમાં રાખીને તેને ૨૦૧૪માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે સૌથી યુવા નોબેલ વિજેતા છે. બેલાગવીના રામદુર્ગ મહાવિદ્યાલય અને હાસન, ચિક્કમંગલુરુ અને શિવમોગામાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ અથવા ભગવા શાલ પહેરીને વિદ્યાર્થીઓ આવવાના બનાવો બન્યા છે. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેટલીક વિદ્યાર્થીનીઓએ કોલેજમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી છે. આ દરમિયાન કુંડાપુરની એક ખાનગી કોલેજની વધુ બે વિદ્યાર્થીનીઓએ પણ આવી જ પરવાનગીની વિનંતી કરતી અરજી દાખલ કરી છે.
