નેપાળ
નેપાળ સરકારનો કાઠમંડુના બેઇજિંગ સાથેના સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા છે. નેપાળ અને ચીન વચ્ચેની સરહદ લગભગ ૧૪૦૦ કિમી લાંબી છે અને ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે થયેલી સંધિઓ દ્વારા નક્કી કરવામાં આવી છે. ‘જ્યારે સંભવિત ચીનના અતિક્રમણના અહેવાલો આવ્યા, ત્યારે નેપાળ સરકારે હુમલા ખાતે ટાસ્ક ફોર્સ મોકલવાનો ર્નિણય કર્યો. કેટલાક દાવો કરે છે કે, ચીને નેપાળની સરહદ પર ઘણી ઇમારતો બનાવી છે. આ ટીમમાં પોલીસ અને સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચીનના સુરક્ષા દળો નેપાળમાં જાસૂસી કરી રહ્યા છે. આ સૈનિકોએ નેપાળી લોકોને લાલુંગજાેંગ નામના સ્થળે પૂજા કરતા અટકાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ વિસ્તાર પરંપરાગત રીતે યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કારણ કે તે ચીનમાં બોર્ડર પર કૈલાશ પર્વતની પાસે સ્થિત છે. જે હિંદુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો માટે પવિત્ર સ્થળ છે.’ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને નેપાળના ખેડૂતોને આ વિસ્તારમાં ચરતા અટકાવ્યા છે. આ જ વિસ્તારમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ચીન સરહદ પર જ નેપાળની જમીન પર એક સરહદ સ્તંભ અને નહેર અને રોડની આસપાસ વાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળની આ હાલત પાછળ ઘણી હદ સુધી ત્યાંની સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે, દેશના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ચીન તરફી માનવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ચીનને અતિક્રમણ કરતા ક્યારેય રોક્યું નથી, જ્યારે તે સમયે પણ આવા ઘણા અહેવાલો આવ્યા હતા અને કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા હતા. આ કારણસર ચીને નેપાળની પીઠમાં છરો ભોંક્યો છે. જ્યારે ઓલી ભારત પર અતિક્રમણનો આરોપ લગાવતા રહ્યા. તે જ સમયે, હવે અહીંના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા છે, જેઓ ઓલીની જેમ ચીનની પૂજા નથી કરતા. આ જ કારણ છે કે તેમના કાર્યકાળ દરમિયાન આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.