Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 તા.૨૨ માર્ચના જનતા કરફ્યુ અન્વયે બસની તમામ ટ્રીપ રદ જૂનાગઢ તા.૨૨ માર્ચના જનતા કરફ્યુનું એલાન

જૂનાગઢ
તા.20.3.2020

તા.૨૨ માર્ચના જનતા કરફ્યુ અન્વયે બસની તમામ ટ્રીપ રદ
જૂનાગઢ તા.૨૨ માર્ચના જનતા કરફ્યુનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તા ૨૨ની બસની તમામ ટ્રીપો રદ કરવામાં આવશે.

કોરોના વાઇરસ સંદર્ભે મુસાફરોની સલામતીને ઘ્યાને લઇ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ તા.૨૨ના રોજ જૂનાગઢ એસટી ડેપો સંચાલિત તમામ ટ્રીપો રદ કરવામાં આવશે. તેમજ તા.૨૨ ના રોજ સવારે ૫ કલાક બાદ તથા સ્થળ પર પહોંચતા હોય તેવા તમામ રૂટ તા.૨૧ના રોજ રદ થશે. તેમજ જે એક્સ્પ્રેસ રૂટો તા.૨૨ના સવારે ૫ વાગ્યા પહેલા ડેસ્ટીનેશન પર પહોંચી જાય છે તેનુ સંચાલન તા ૨૨ ના રોજ સવારે ૭ થી ૨૧ કલાક દરમિયાન રહેશે. ઉપરાંત લાંબા રૂટની લોકલ નાઇટ આઉટ સર્વીસોને તા. .૨૧ માર્ચના રોજ થી જ સંચાલન બંદ રહેશે. જ્યારે તા.૨૩ના રોજ થી રાબેતા મુજબ ચાલુ રહેશે.

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *