Gujarat

પાટણ જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

પાટણ
પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ માટે યોજના સમીક્ષાની પ્રગતિ સમીક્ષા અને જિલ્લામાં ખેડૂતલક્ષી બાકી રહી ગયેલી યોજનાઓને પૂર્ણ કરવા માટે યોજાયેલ સમીક્ષા બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે ઉપસ્થિત તાલુકા અને જિલ્લાના વિસ્તરણ અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત વિવિધ યોજના ઓને ખેડૂતો સુધી પહોંચાડવા અને આ યોજનાઓને પૂર્ણ કરવા ચર્ચા વિચારણાઓ કરવામા આવી હતી. સમીક્ષા બેઠકમાં રાજય સરકારની સ્માર્ટફોન સહાયમાં થયેલા વધારા અંગે અધિકારી દ્વારા વિસ્તરણ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સ્માર્ટફોન માટે મળતી ૧૫ હજારની સહાય પેટે ૪૦ ટકા ધિરાણ ચુકવવામાં આવે છે. જેથી ખેડૂતે ખરીદ કરેલા સ્માર્ટફોનના બીલો ખેડૂતો રજૂ કરશે. તેવા ખેડૂતને નવી સહાય મુજબ મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં કિસાન પરીવહન યોજના, પાક સંગ્રહ યોજના સહિત અન્ય બાકી રહી ગયેલી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની ચુકવણી અને કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.. તો સાથે સાથે આગામી દિવસોમાં રાઇ અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત ખેતીલક્ષી વિવિધસાધનો જેવા કે ટ્રેકટર, પ્લાઉ, સહિતના જુરરી સાધનો અંગે ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલ સમયમર્યાદામાં આઇપોર્ટલ પર અરજી કરવા જણાવવામાં આવ્યું છે. આમ આજરોજ યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨માં બાકીરહી ગયેલી વિવિધયોજનાઓ અંગેની વિસ્તરણ અધિકારીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

A-review-meeting-was-held.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *