*રાજકોટ શહેર કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ ધાબડી કૌભાંડ આચર્યા.*
*રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા નામના શખ્સે દુધ સાગર રોડ પર સોલંકી હોલ પાસે લોકડાઉન મૂક્તિ પાસ મેળવવા ઓનલાઇન અરજી કરવાના બદલામાં રૂા.૧૦૦ થી ૨૦૦ ઉઘરાવતો હોવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલેકટર કચેરીના પાસના ફોટા સાથે ચોપાનીયા બનાવી વોટસએપમાં વાયરલ કરતા તંત્રના ધ્યાને આવતા ડમી ગ્રાહક મોકલી સંજય મકવાણા સામે ગુનો નોંધાયો છે. દિપેન કોટેચા અને ગૌરાંગ ભટ્ટે જુદી-જુદી ૨૦ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂા.૪ હજારથી રૂા.૩,૫૦૦ સુધી એડવાન્સ મેળવી જીલ્લા બહાર જવા માટેના પાસ મેળવવા જરૂરી ડોકયુમેન્ટ મેળવ્યા હતા. પોલીસે તમામ શખ્સોની ઓનલાઇન અરજી થઇ છે કે કેમ અને ૨૦ શખ્સો પૈકી કેટલાના પાસ કલેકટર કચેરીમાંથી તૈયાર થયા તે અંગેની તપાસ હાથધરી છે. પાસ કોઇને ઇસ્યુ થયા હોય તો તે બોગસ છે કે ખરેખર કલેકટર કચેરીમાંથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને કલેકટર કચેરીનો કોઇ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*