ગોવા
ગૃહમંત્રીનો કાર્યક્રમ મયેમ વિધાનસભા મતવિસ્તારથી શરૂ થયો હતો. તેમણે ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઘરે-ઘરે પ્રચાર કર્યો હતો. જે બાદ ગૃહમંત્રી બિચોલીમ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા, જ્યાં તેમણે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. શાહે ભાજપના ઉમેદવારો પ્રેમેન્દ્ર શેટ અને રાજેશ પટણેકર માટે બે મતવિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જાે પૂર્વ વડાપ્રધાન નેહરુનું નેતૃત્વ નિર્ણાયક હોત તો દેશના અન્ય ભાગોની જેમ ગોવાને પણ ૧૯૪૭માં આઝાદી મળી ગઈ હોત. આપને જણાવી દઈએ કે ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ગોવા લગભગ ૪૫૦ વર્ષ જૂના પોર્ટુગીઝ શાસનથી આઝાદ થયું હતું. ૧૪ ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ગોવા સાથે અન્યાય કર્યો છે. ભલે તે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની વાત હોય કે વિકાસની. તેનો ઈતિહાસ સાક્ષી છે. તેમણે કહ્યું કે ગોવાને ઘણા સંઘર્ષ બાદ આઝાદી મળી છે. આ હાંસલ કરવામાં ઘણો સમય લાગ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં સંસદમાં પોતાના સંબોધનમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ગોવાને આટલી મોડી આઝાદી મળી તેના માટે કોણ જવાબદાર છે? શાહે કહ્યું કે ગોવાના મતદારો પાસે માત્ર બે જ વિકલ્પ છે, એક કોંગ્રેસ પાર્ટી, જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને બીજાે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગોવાની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓએ કોને પાંચ વર્ષનો જનાદેશ આપવો છે. ગોવાએ બંને શાસન જાેયું છે. કોંગ્રેસનું શાસન અસ્થિરતા અને અરાજકતાથી ભરેલું હતું, જ્યારે ભાજપે સ્થિરતા આપી અને વિકાસ લાવ્યું. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ ગોવા માટે સમૃદ્ધિ અને તેને આર્ત્મનિભર બનાવવાના રહેશે. પાર્ટીએ ગોવાના વિકાસ માટે ૨૨ સંકલ્પો કર્યા છે. શાહે દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષના ભાજપના શાસન પછી, ગોવા દરેક બાબતમાં આગળ છે – પછી તે માથાદીઠ આવક હોય, દરેક ઘરમાં શૌચાલય હોય કે ઘરે ઘરે કચરો એકત્ર કરવાનું હોય. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીમાં ૪૦માંથી ૨૨ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.