લંડન
કુલહેમમાં સંયુક્ત યુરોપિયન ટોરસ દ્વારા આ અદભૂત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને માઈલસ્ટોન કહેવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીની મદદથી તારાઓની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે અને પૃથ્વી પર સસ્તી અને સ્વચ્છ ઊર્જા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. પ્રયોગશાળાએ ૫૯ મેગાજ્યૂલ ઊર્જા ઉત્પન્ન કરીને ૧૯૯૭માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. બ્રિટનની એટોમિક એનર્જી ઓથોરિટીએ બુધવારે આ સફળ પ્રયોગની જાહેરાત કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે ૨૧ ડિસેમ્બરે બહાર આવેલા પરિણામો વિશ્ભે બર ખાતે ન્યુક્લિયર ફ્યુઝનની ટેક્નોલોજી પર આધારિત ઊર્જાના સુરક્ષિત અને ટકાઉ પુરવઠાની સંભવિતતાનું નિદર્શન છે. બ્રિટનના વિજ્ઞાન મંત્રી જ્યોર્જ ફ્રીમેને આ પરિણામની પ્રશંસા કરી છે અને તેને માઈલસ્ટોન ગણાવ્યું છે. ફ્રીમેને કહ્યું આ પુરાવા છે કે યુકેમાં નોંધપાત્ર સંશોધન અને નવીનતાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને યુરોપિયન ભાગીદારોની મદદથી, ન્યુક્લિયર ફ્યુઝન પર આધારિત ઊર્જાને વાસ્તવિક બનાવવામાં આવી છે.” ન્યુક્લિયર ફ્યુઝન ટેક્નોલોજીમાં એ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેનો ઉપયોગ સૂર્ય ગરમી પેદા કરવા માટે કરે છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં માનવતાને સમૃદ્ધ, સલામત અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત મળશે. જે ક્લાયમેટ ચેન્જની સમસ્યામાંથી મુક્તિ મેળવશે. ન્યુક્લિયર ફ્યુઝન પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્રિટિશ પ્રયોગશાળામાં વર્ષોના પ્રયોગો પછી આ સફળતા મળી છે. આ લેબોરેટરીમાં ટોકામેક નામનું ડોનટ આકારનું મશીન લગાવવામાં આવ્યું છે. જેઈટી લેબોરેટરીમાં સ્થાપિત ટોકમાક મશીન વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી છે. આ મશીનની અંદર ખૂબ જ ઓછી માત્રામાં ડ્યુટેરિયમ અને ટ્રીટિયમ ભરવામાં આવ્યું હતું. આ બંને હાઇડ્રોજનના આઇસોટોપ છે અને ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન કહેવામાં આવે છે. પ્લાઝ્મા બનાવવા માટે તેને સૂર્યના કેન્દ્ર કરતાં ૧૦ ગણું વધુ ગરમ કરવામાં આવ્યું હતું. સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરીને તેને એક જગ્યાએ રાખવામાં આવ્યું હતું. તેના પરિભ્રમણ પર ઉર્જાનો પ્રચંડ જથ્થો છોડવામાં આવ્યો હતો. ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા ઉત્પાદિત ઊર્જા સલામત છે અને તે કોલસો, તેલ અથવા ગેસ દ્વારા ઉત્પાદિત ઊર્જા કરતાં એક કિલોગ્રામમાં ૪ મિલિયન ગણી વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે.બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ‘નકલી સૂર્ય’ બનાવવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું રિએક્ટર બનાવવામાં સફળતા મેળવી છે જે સૂર્યની ટેક્નોલોજી પર ન્યુક્લિયર ફ્યુઝન કરે છે. જે અપાર ઊર્જા છોડે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસે કરવામાં આવેલા પ્રયોગ દરમિયાન આ રિએક્ટરમાંથી ૫૯ મેગાજ્યૂલ ઊર્જા નીકળી હતી. જે વિશ્વમાં એક રેકોર્ડ છે. આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે ૧૪ કિલો ્દ્ગ્ નો ઉપયોગ કરવો પડે છે.