Gujarat

યમનથી અમદાવાદ આવેલો શખ્સ એકે ૪૭ના પાર્ટ બનાવતો ઝડપાયો

અમદાવાદ
યમનનો નાગરીક અબ્દુલ અજીજ અલઅઝ્‌ઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર મેળવીને તેના પિતા પરત જતા રહ્યાં બાદ તે અમદાવાદની અલગ અલગ જીઆઈડીસીમાં એકે ૪૭ અને તેનાથી હાઈ રેન્જની રાયફલ બનાવવા માટેનું કામ કરતો હતો. તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તે યમનમાં પોતાના ખાસ મિત્ર મુનિર મહંમદ કાસીમના કહેવાથી ૧૭ નવેમ્બરે ભારત આવી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમને ૧૦મી ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે આવેલ હોટલ સ્કાય ઈન ટુ ના રૂમ નં ૨૧૧માં રાયફલના અલગ અલગ પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝ્‌ડ ગ્રાફિક્સ, એન્જિનિયરિંગ કંપનીના અલગ અલગ કેટલોગ મળ્યા હતાં. આરોપી પાસે રાયફલના પાર્ટ્‌સ પોતાની પાસે રાખવાનું તથા ખરીદ વેચાણ કરવાનું, પાર્ટ્‌સ આયાત નિકાસ કરવાનું કોઈ લાયસન્સ તથા આ રાયફલના પાર્ટ્‌સ ભારતમાં બનાવી યમનમાં મોકલવા માટે તેના મિત્ર મુનીર મહંમદ કાસીમે જણાવ્યું હતું. બંનેએ એકબીજાની મદદથી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું આ આરોપીએ અત્યાર સુધી કેટલા હથિયારના પાર્ટ બહાર મોકલ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો. આરોપીએ અમદાવાદની જીઆઈડીસીમાં આ હથિયારના પાર્ટ બનાવ્યાં હતાં તેની ડાઈઝ પણ મળી આવી છે. યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેમને હથિયારોમાં અનેક પાર્ટની જરૂર હોય છે જે પાર્ટ અમદાવાદમાં બનાવવા માટે આવતા હતાઅમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ એકે ૪૭ ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો છે. જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાં છે. આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે.

Caught-making-part-of-AK47.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *