પોરબંદર
પોરબંદર ફાયર બ્રિગેડની કચેરીમાં દારૂની મહેફિલ માણતાં કેટલાક લોકો જાેવા મળી રહ્યાં હતાં. જેને લઈ પોલીસે રેડ પાડતા કચેરીમાંથી ૪ ઈસમો દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા. આ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યુ હોવાનુ બહાર આવતા કમલાબાગ પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ એચ,બી.ધાધલ્યાના માર્ગદર્શન હઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એ એ.મકવાણા તથા સર્વલન્સ સ્કવોડના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એ.એસ આઇ બી.એલ.વિંઝુડા તથા પો.કોન્સ અક્ષય જગતરસીને સંયુક્ત બાતમી રાહે હકીકત મળી હતી કે, પોરબંદર જુડાળા ફાયર બ્રીગેડની બીલ્ડીગમાં કેટલાક ઇસમો ઉપરના માળે દારૂની મહેફીલ માણી રહ્યા છે. આ બાતમીને લઈ હકિકતવાળી જગ્યાએ રેડ કરતા ચાર ઈસમો દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા. જેથી તેની પાસેથી ભારતીય બનાવટની ૭૫૦ દ્બઙ્મની કાચની બોટલમાં આસરે ૧૦૦ એમએલ જેટલો ઈગ્લીંશ દારુ કિમત રૂપિયા ૫૦ તથા દારૂની વાસવાળા પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ નંગ ૪ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને લઈ ઝડપાયેલા આરોપીઓ સામે પ્રોહી એકટ કલમ- ૬૬(૩)બી.કપડી) તથા ૬૫(એ)એ),૮૨,૮૨,૮૬ મુજબનો ગુનો એએસઆઇ બી.એલ.વિંઝુડાએ રજીસ્ટર કરાવ્યો છે.
