Gujarat

બિન સચિવાલયની પરીક્ષા ત્રીજીવાર રદ થતા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કર્યું

અમદાવાદ
અમદાવાદ કલેકટર કચેરી ખાતે યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, અમદાવાદના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા. હાથમાં બેનર સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. કલેકટર કચેરી ખાતે સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળના વિરોધમાં નારા લગાવ્યા હતા જે બાદ ગૌણ સેવા પસંદગી મંડળના પૂતળાનું દહન કર્યું હતું. યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. અત્યાર સુધી ૩ વાર બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી છે. બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ થવાને કારણે ઉમેદવારી નારાજ થયા છે જેથી પરીક્ષાની તૈયારી કરી તાત્કાલિક પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા માંગણી કરી છે. ૩૯૦૧ જગ્યાઓ માટે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધો.૧૨ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેવાતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. પરીક્ષા મોકૂફ રાખવા અંગે એ.કે રાકેશે જણાવ્યું હતું કે, હવેની પરીક્ષા નવી એસઓપી મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે જેથી તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળે. આગામી ૨ મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જેશે.

Protested-by-Congress-by-burning-idols.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *