વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જાફરાબાદ તાલુકામાં અલગ અલગ ગામોમાં કોળી સમાજ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાઇ રહ્યા છે ક્યારે તારીખ ૧૦ ૨ ૨૦૨૨ રોજ વઢેરા ગામે ગામ સમસ્ત કોળી સમાજનો 10 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં 64 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાા જેમાં વઢેરા સમસ્ત ગ્રામજનો દ્વારા આ સમૂહ લગ્નમાં સહયોગ કાપી શાંતિપૂર્ણ રીતે અને કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવ્યો હતો આ વિસ્તારના ગામડાઓમાં અગાઉ દસ-પંદર વર્ષ પહેલા ઘરે ઘરે લગ્ન થતા અને દીકરીઓના પિતાને ઘણી બધી મુસીબત નો સામનો કરવો પડતો પરંતુ છેલ્લા ધણા વર્ષથી આ વિસ્તારના કોળી સમાજ ના આગેવાન કરણભાઇ બારૈયા દ્વારા દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન થાય તે માટે પ્રયત્નો કરાયા બાદ હવે જાફરાબાદ તાલુકાના દરેક કામમાં સમૂહ લગ્નના આયોજનો થઈ રહ્યા છે અને દરેક સમાજ ખોટા ખર્ચા માંથી બહાર આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે