નવીદિલ્હી
વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ઉત્પાદક કંપની હોન હાઈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન) એ ભારતમાં સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વચ્ચે આ પ્રકારનું આ પ્રથમ સંયુક્ત સાહસ છે. દેશમાં સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનના ઁસ્ નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપનારી તે પ્રથમ કંપની હશે. વેદાંતા સંયુક્ત સાહસમાં બહુમતી ઇક્વિટી ધરાવે છે, જ્યારે ફોક્સકોન લઘુમતી શેરહોલ્ડર હશે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ સંયુક્ત સાહસ કંપનીના ચેરમેન હશે. વડાપ્રધાન મોદી સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે ઁન્ૈં સ્કીમની જાહેરાત કરી છે. જે હેઠળ ૬ વર્ષમાં ૭૬,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ અંતર્ગત ૨.૩ લાખ કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આમાં, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન, એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, પેકેજિંગ અને ઉત્પાદન માટે યુનિટના મૂડી ખર્ચ પર ૨૫% પ્રોત્સાહન મૂડી આપી શકાય છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ, કાર બનાવવામાં થાય છે. સેમિકન્ડક્ટરનું સ્થાનિક ઉત્પાદન ભારતમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત, તે સેમિકન્ડક્ટર્સની અછત અને કિંમતને નિયંત્રિત કરવામાં મદદ કરશે. જેના કારણે આગામી દિવસોમાં કાર, મોબાઈલ જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સહિત અનેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. સેમિકન્ડક્ટર બનાવવા માટે રાજ્ય સરકારો સાથે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપવો તે અંગે વાતચીત ચાલી રહી છે.ફોક્સકોન એપલના આઇફોનનું ઉત્પાદન કરે છે. આ છॅॅઙ્મી ૈઁર્રહી બનાવનાર વિશ્વની સૌથી મોટી કંપની છે. પરંતુ હવે ફોક્સકોન ભારતમાં એપલ આઈફોન બનાવવાની સાથે સેમિકન્ડક્ટર પણ બનાવશે. આ માટે ફોક્સકોનએ વેદાંતા સાથે ભાગીદારી કરી છે. જણાવી દઈએ કે વેદાંતા ઓયલ અને માઈનિંગની દુનિયાની સૌથી મોટી કંપની છે. આ બંને કંપનીઓ મળીને ભારતમાં સેમિકન્ડક્ટર બનાવશે. ફોક્સકોન અને વેદાંતાએ આ અંગે સંયુક્ત સાહસની રચના કરી છે.
