અમદાવદા
ગુજરાત સરકારમાં હાલમાં ૩૦ આસપાસ આઈએએસ અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ સેવામાં છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે. ૨૦૦૭માં નિવૃત્ત થયેલા વરિષ્ઠ આઈએએસ અધિકારી સુધીર માંકડ હાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના ચેરમેન છે જ્યારે ૨૦૧૭માં નિવૃત થયેલા અધિકારી તપન રે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. તરીકે ફરજ બજાવે છે. ૨૦૧૧માં નિવૃત થયેલા બળવંતસિંહ ગુજરાત પોલીસ કમ્પલેઇન ઓથોરિટીના ચેરમેન છે. ૨૦૧૩માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ નિવૃત થયેલા કે. કૈલાસનાથન આજે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ પદે કાર્યરત છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયેલા સંગીતા સિંહને નિવૃતિના દિવસે જ તકેદારી આયોગમાં નિમણૂંક મળી ગઇ હતી. કેન્દ્ર હોય કે અન્ય રાજ્ય સરકારો દ્વારા નિવૃત્ત અધિકારીઓની સેવા લેવાતી હોય છે. આઈએએસ કેડર સિવાય પણ અધિકારીઓને નિવૃત્ત થયા બાદ કરાર આધારિત કે અન્ય રીતે રખાતા હોય છે. એ વાત જાેકે સાચી છે કે જેમ અધિકારી સરકારની નજીક એમની માટે નિવૃત્તિ બાદની તકો પણ વધી જતી હોય છે. ૨૦૦ના આઈએએસ સિવિલ લિસ્ટ પ્રમાણે, ગુજરાતમાં કુલ મંજૂર સંખ્યા ૩૧૩ છે. જેમાંથી સીધી ભરતીથી ૨૧૮, બઢતીથી આઈએએસ બનેલા ૯૫ અધિકારીઓની જાેગવાઇ છે. રાજ્યમાં ૧૭૦ આઈએએસ ની સીનિયર પોસ્ટ છે. હાલમાં રાજ્યમાં આઈએએસ નું સંખ્યા બળ ૨૫૨ છે.જેમાંથી સીધી ભરતીથી આવેલા અધિકારીઓ ૧૭૧ છે. ગુજરાત કેડરના ૨૦ અધિકારીઓ હાલમાં ગુજરાત બહાર ફરજ બજાવી રહ્યા છે જેમાંથી કેટલાક કેન્દ્ર સરકારમાં જ્યારે અમુક દેશ બહાર પણ ફરજ બજાવે છે. રાજ્યના મુખ્ય સચિવનો પે-સ્કેલ રૂ. ૨.૨૫ લાખ જ્યારે અધિક મુખ્ય સચિવ કક્ષાએ પણ પે-સ્કેલ રૂ. ૨.૨૫ લાખ હોય છે. અગ્ર સચિવ કક્ષાએ પે-સ્કેલ રૂ. ૧.૮૨ લાખ -રૂ. ૨.૨૪ લાખ હોય છે. ૨૦૧૬ના ૈંછજી સિવિલ લિસ્ટ પ્રમાણે, રાજ્યમાં કુલ મંજૂર સંખ્યા ૨૯૭ હતી.
