અમેરિકા
આવતા મહિને ઓસ્કાર ફેન ફેવરિટ પ્રાઈઝ યોજશે જેમાં ચાહકો સૌથી લોકપ્રિય ફિલ્મ માટે વોટ કરશે. ચાહકો ટિ્વટર દ્વારા વોટ કરી શકે છે. ઓસ્કારનું ટીવી રેટિંગ ઘણા સમયથી ઘટી રહ્યું છે, તેથી ચાહકોને આકર્ષવા માટે, સમારોહના આયોજકોએ આ યોજના હાથ ધરી છે. ઓસ્કાર એવોર્ડ સમારોહ ૨૭મી માર્ચે યોજાશે. તમને જણાવી દઈએ કે, આ વખતે સ્પાઈડર મેનઃ નો વે હોમ અને નો ટાઈમ ટુ ડાઈ જેવી ફિલ્મો, જે બ્લોકબસ્ટર ફિલ્મો હતી, તેને ઓસ્કારની ઘણી મોટી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી નથી ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ રાઈટિંગ વિથ ફાયર’ને ૯૪માં એકેડેમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું છે. આ ડોક્યુમેન્ટરી રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા સંયુક્ત રીતે નિર્દેશિત કરવામાં આવી છે.આ વખતે ઓસ્કાર ૨૦૨૨ ખૂબ જ ખાસ છે. ખરેખર, આ વખતે ફેન્સ પણ આ એવોર્ડ સેરેમનીમાં વોટ કરી શકે છે. હા, આ વખતે ઓસ્કરે ચાહકો માટે એક વિભાગ રાખ્યો છે જેમાં તેઓ મત આપી શકે છે અને કોઈને વિજેતા બનાવી શકે છે.