*પ્રેસ નોટ તા.૧૯/૦૫/૨૦૨૦*
* અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં આવેલ ’’શ્રી રઘુવીર’’ પાન પાર્લર નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ કરી ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિક તથા ગ્રાહકોને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *
મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું સાહેબનાઓએ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટેના હેડ કોન્સ બી.એમ.વાળા તથા પો.કોન્સ. હિરેનસિહ ખેરનાઓ અમરેલી સીટી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી રાજકમલ ચોકમાં આવેલ ’’ શ્રી રઘુવીર ’’ પાન પાર્લર નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ કરી ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવેલ ના હોય તેમજ દુકાનના માલિકે મોઢા પર માસ્ક યોગ્ય રીતે ન પહેરેલ હોય અને અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જે દુકાનના માલીકને તથા ગ્રાહકોને પકડીને તેના વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
* પકડાયેલ ઇસમો*
(૧) જીગ્નેશભાઇ કનૈયાલાલ ભાડ રહે.અમરેલી જેસીંગપરા શેરી નં.૧ (૨) રસીકભાઇ ભીખાભાઇ દેવાણી રહે.સણોસરા તા.જી.અમરેલી (૩) અબ્દુલભાઇ વલીભાઇ બેલીમ રહે.અમરેલી ઓસવાલપા ખત્રીવાડ જેસીંગપરા રોડ (૪) રફીકશા મહમદશા કલંદર રહે.અમરેલી સંધી સોસયટી ઓપન જેલ પાછળ (૫) પ્રવિણભગત સવજીભાઇ હપાણી રહે.અમરેલી ચક્કરગઢ રોડ,બીનહરીફ દાબેલી પાસે વિનુભાના કારખાને (૬) ગોબરભાઇ મોહનભાઇ તળાવીયા રહે.અમરેલી સુખનાથપરા શેરી નં.૨
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


