ન્યુદિલ્હી
દુનિયાના મજબૂત દેશોની યાદીમાં અમેરિકા પહેલા નંબરે છે, જ્યારે ચીન બીજા નંબરે છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે એ વાત જગજાહેર છે, એવી જ રીતે ચીન અને અમેરિકા વચ્ચે વિવિધ મુદ્દે સતત શીતયુદ્ધ ચાલ્યા કરે છે એ વાત પણ કોઈથી છુપાયેલી નથી. અમેરિકા અને ચીન ટેક્નોલોજી, ટ્રેડ, તાઈવાન સહિત ઘણા મુદ્દે એકબીજાની સામસામે આવી ગયા છે અને એમાં હવે એક નવો મુદ્દો ઉમેરાયો છે. એ છે યુક્રેન-રશિયા સંકટ. યુક્રેન-રશિયા સંકટમાં અમેરિકા યુક્રેનના પડખે છે, જ્યારે ચીને રશિયાને સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાએ રશિયાને યુક્રેન પર હુમલો ના કરવા માટે ઘણા કડક શબ્દોમાં ચેતવણી આપી છે, જ્યારે ચીને રશિયાની ગેસ-તેલની નિકાસનો મુદ્દો હલ કરીને પુતિનને જાહેરમાં સમર્થન આપ્યું છે. આમ, યુક્રેન-રશિયા સંકટના બહાને ફરી એકવાર અમેરિકા અને ચીન સામેસામે આવી ગયા છે. રશિયા-યુક્રેનના યુદ્ધના ભણકારા વચ્ચે બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ૬૨ મિનિટ વાત કરી હતી. માનવામાં આવે છે કે આ વાતચીતમાં બાઈડને પુતિનને તેલની નિકાસ પર પ્રતિબંધ લાગી દેવાની ચેતવણી આપી છે. બાઈડને નોર્ડ સ્ટ્રીમ ૨ ગેસ પાઈપલાઈન તરફ ઈશારો કરીને કહ્યું છે કે રશિયાએ તેલ અને ગેસના વેચાણમાં સક્ષમ થવાની જરૂર છે. નોંધનીય છે કે નોર્ડ સ્ટ્રીમ ૨ ગેસ પાઈપલાઈન રશિયા યુરોપીય દેશોને ગેસ પહોંચાડે છે. જાે રશિયા પર યુક્રેન હુમલો કરશે તો અમેરિકા વોશિંગ્ટનમાં આવેલી આ પાઈપલાઈનનું સંચાલન અટકાવશે. શિયાળુ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં વ્લાદિમીર પુતિન ચાર ફેબ્રુઆરીએ બીજિંગ પહોંચ્યા હતા. પુતિને ચીન સાથે ૧૧૭.૫ અબજ ડોલરની નવી તેલ અને ગેસ ડીલની જાહેરાત કરી છે. ચીને કહ્યું હતું કે તેઓ રશિયાને તેલ-ગેસની નિકાસ કરવા માટે નવા ઓપ્શન આપશે. ચીન અને રશિયા વચ્ચે બનનારી નવી પાઈપલાઈનથી આગામી બે વર્ષમાં ગેસ અને તેલનો સપ્લાય શરૂ થઈ જશે. એ ઉપરાંત એક અન્ય વિકલ્પ તરીકે ચીન હાલની વ્યવસ્થા અંતર્ગત રશિયા હાઈડ્રોકાર્બનની ખરીદી વધારી શકશે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો માટે આને ચીનનો જડબાંતોડ જવાબ માનવામાં આવે છે. અમેરિકા અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં આવેલા બે દ્વીપ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ૧૯૫૫ અને ૧૯૫૮માં આ બંને દ્વીપ વિશે તણાવ એટલો વધી ગયો હતો કે અમેરિકા અને ચીન યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા. ક્યૂમોય અને માસ્તુ નામના આ બંને દ્વીપ ચીનની ઘણી નજીક છે, પરંતુ એના પર નિયંત્રણ તાઈવાનનું છે. ૧૯૫૫માં તો ચીને તાઈવાન નિયંત્રિત આ દ્વીપો પર કબજાે કરીને ભારે બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ધમકી આપીને ચીનને પાછું ધકેલ્યું હતું. અમેરિકન થિંક ટેન્કનું માનવું છે કે આ મામલે ચીન પણ અમેરિકા પર હુમલો કરી શકે છે. બીજી બાજુ અમેરિકાએ તાઈવાનને મજબૂત બનાવવા ૧૦ કરોડ અમેરિકન ડોલરની મિસાઈલ સમજૂતીને રાષ્ટ્રપતિ જાે બાઈડને મંજૂરી આપી દીધી છે. યુનાઈટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (ેંદ્ગઝ્ર્છડ્ઢ)એ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના છેલ્લા છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર)ના ટ્રેડ ડાઇવર્ઝનના આંકડાનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, બંને દેશની વચ્ચે ચાલતા ટ્રેડવોરને કારણે અમેરિકા અને ચીનની નિકાસમાં ઘટાડો આવ્યો છે. જ્યારથી અમેરિકા અને ચીને એકબીજાની નિકાસ પર ટેરિફ ટેક્સ લાગુ કર્યો છે ત્યારથી બંને દેશના વૈશ્વિક વેપાર પર માઠી અસર થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનની નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો, જે અંદાજે ૩૫ બિલિયન અમેરિકન ડોલર છે. આ ટ્રેડ વોરને કારણે અમેરિકન વેપારીઓને પણ ઘણું નુકસાન થયું છે, કારણકે અમેરિકન કંપનીઓના ઉત્પાદન પર ચીન દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો હોવાથી તેમની ઉત્પાદન કિંમત વધી જાય છે અને તે વસૂલ કરવા કંપનીઓએ અમેરિકામાં વેચાતી પ્રોડક્ટના ભાવ વધારવા પડે છે.
