International

યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને લાવવા ફલાઈટની સંખ્યા વધારવા સરકારના પ્રયત્નો

યુક્રેન
યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતમાં તેમના પરિવારના પ્રશ્નોના જવાબ આપવા માટે કિવ (યુક્રેનની રાજધાની)માં ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકાર હાલમાં યુક્રેન સરકાર અને તેમની સિવિલ એવિએશન ઓથોરિટી સાથે વાતચીત કરી રહી છે. જેથી બંને દેશો વચ્ચે વધુને વધુ ફ્લાઈટ્‌સ ગોઠવી શકાય. કિવમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં છે અને તેમના પરિવારો ચિંતિત છે, ખાસ કરીને ભારતની ફ્લાઈટ્‌સ મેળવવા અંગે. ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટની સંખ્યા કેવી રીતે વધારવી તે અંગે નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ અને વિવિધ એરલાઈન્સ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે. કિવમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જેમને ત્યાં રહેવાની જરૂર નથી, “વર્તમાન પરિસ્થિતિની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને” અસ્થાયી રૂપે દેશ છોડવા કહ્યું હતું. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેન અને તેની અંદર તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે. ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં તેમની હાજરીની સ્થિતિ વિશે એમ્બેસીને માહિતગાર રાખે, જેથી કરીને જ્યાં જરૂર હોય ત્યાં એમ્બેસી પહોંચી શકે,”. દૂતાવાસે કહ્યું કે તે યુક્રેનમાં ભારતીય નાગરિકોને તમામ સેવાઓ પૂરી પાડવા માટે સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે દૂતાવાસે ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને કહ્યું કે જેમને રહેવાની જરૂર નથી, તેઓ દેશ છોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *