ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક દુર્લભ બેબી ઘોસ્ટ શાર્કની શોધ કરી છે, જે માછલીની ઓછી જાણીતી પ્રજાતિ છે અને તે સમુદ્રની છાયાવાળી ઊંડાણોમાં રહેવાનું પસંદ કરે છે. બેબી ઘોસ્ટ શાર્ક – જેને કાઇમરા તરીકે પણ ઓળખવામાં આવે છે – ભાગ્યે જ જાેવા મળે છે. તેના બાળકોની દૃષ્ટિ પણ વધુ અસામાન્ય હોય છે. નવી ઉછરેલી શાર્કને દક્ષિણ ટાપુ નજીક આશરે ૧.૨ કિમી (૦.૭ માઇલ) પાણીની ઊંડાઈએ એકત્રિત કરવામાં આવી છે. શોધ કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ શોધે આ પ્રજાતિના કિશોર અવસ્થા વિશેની સમજને વધુ ઊંડી બનાવી છે. રીસર્ચ ટીમના સભ્ય, ડૉ. બ્રિટ ફાનુચીએ તેને “સુઘડ અને સાફ શોધ” તરીકે વર્ણન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પાણીની અંદરની વસ્તીનું સંશોધન ટ્રોલ કરતી વખતે આ શોધ આકસ્મિક રીતે થઈ હતી. ડૉ. બ્રિટ ફાનુસીએ બીબીસીને કહ્યું કે, “ઊંડા પાણીની પ્રજાતિઓ શોધવાનું સામાન્ય રીતે મુશ્કેલ હોય છે, અને ખાસ કરીને ઘોસ્ટ શાર્ક કારણ કે, તેઓ એટલી રહસ્યમય છે કે આપણે તેમને ઘણી વાર જાેઈ પણ નથી શકતા.” નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ એટોસ્ફેરિક રિસર્ચના વૈજ્ઞાનિકો માને છે કે, બેબી શાર્કે તાજેતરમાં ઇંડા મૂક્યા છે કારણ કે તેનું પેટ હજુ પણ ઇંડાની જરદીથી ભરેલું છે. ઘોસ્ટ શાર્ક એમ્બ્રોયો સમુદ્રના તળિયે મૂકેલા ઈંડાના કેપ્સ્યુલમાં વિકસે છે અને જ્યાં સુધી તેઓ બહાર આવવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી જરદીને ખવડાવે છે. ડૉક્ટર ફાનુચીએ જણાવ્યું હતું કે, યુવાન ઘોસ્ટ શાર્ક તેમના પુખ્ત સંસ્કરણોમાંથી ઘણી લાક્ષણિકતાઓ પ્રદર્શિત કરી શકે છે, જે શોધને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. “બાળકો ખૂબ જ અલગ જગ્યાએ રહી શકે છે, તેઓ અલગ-અલગ આહાર લઈ શકે છે, તેઓ પુખ્ત કરતા ખૂબ જ અલગ દેખાઈ શકે છે,” તેમણે કહ્યું. તેમણે કહ્યું કે, આ બાળકના સંપર્કમાં આવવાથી અમને જીવવિજ્ઞાન અને કેટલીક પ્રજાતિઓના ઇકોલોજીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.” ડૉ. ફાનુચીએ કહ્યું કે, તેમનું પહેલું પગલું બેબી શાર્કની પ્રજાતિ શોધવાનું હશે.
