Gujarat

એએમસી દ્વારા ૩૧ શિક્ષક-સહાયકની ભરતીમાં લાંબી લાઈનો લાગી

અમદાવાદ
‘ભીક્ષા નહીં શિક્ષા’ અંતર્ગત સિગ્નલ સ્કૂલ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તથા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીની સંયુક્ત કામગીરીમાં પ્રોજેક્ટ શરૂ કરાશે. જેને ત્રણ ફેઝમાં કરવામાં આવશે. જેમાં ૬થી ૧૪ વર્ષના ભીખ માંગતા બાળકોને શિક્ષા તરફ વાળવામાં આવશે. વર્ગખંડને અનુરૂપ બસ તૈયાર કરીને તેમાં આ બાળકોને શિક્ષણ, પુસ્તકો, સ્કોલરશીપ જેવી યોજનાનો લાભ આપવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર રસ્તા પર ભીખ માંગતા ૧૫ વર્ષ સુધીના બાળકોને શિક્ષા મળે તેના માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્નલ સ્કૂલ શરૂ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા હંગામી ધોરણે શિક્ષકો અને સહાયકો સહિત કુલ ૩૧ જગ્યાઓ ભરતી કરવામાં આવનાર છે. આજે પાલડી સ્કાઉટ ભવન ખાતે ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થવાનું પરંતુ ૯ વાગ્યાથી લોકોની લાઈન લાગી હતી. આશરે ૫૦૦ જેટલા લોકો ઇન્ટરવ્યૂ માટે લાઈનમાં લાગ્યા હતા. સ્કાઉટ ભવનથી બહાર રોડ પર પણ લાઈનો લાગી હતી. રૂ. ૧૦,૦૦૦ અને ૧૫,૦૦૦ની નોકરી માટે મોટી સંખ્યામાં લોકો આવતાં ચોક્ક્‌સપણે જણાય છે કે અમદાવાદમાં હજારો બેરોજગારો છે. માત્ર ૧૦-૧૫ હજારનો જ પગાર હોવા છતાં આટલી મોટી લાઈન શિક્ષકોની ભરતીમાં લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *