Maharashtra

એમસીએક્સે ગુડ ડિલિવરી બ્રાન્ડઝ તરીકે પ્રથમ બે ઘરેલુ સીસાના ઉત્પાદકોને યાદીમાં સમાવ્યા

મુંબઇ, 17 ફેબ્રુઆરી, 2022: આત્મનિર્ભર ભારત મિશનને અનુસરવાના પોતાના મિશનને આગળ ધપાવતા, દેશના સૌથી મોટા કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ સૌપ્રથમ વખત ઘરેલુ રિફાઇન્ડ સીસાના (લેડ) ઉત્પાદક સવલતોને એક્સચેન્જ પરની સીસાની લાયક ડિલિવરીપાત્ર બ્રાન્ડઝ તરીકે માન્યતા આપી છે. આ સંદર્ભમાં એક્સચેન્જેતેની વેબસાઇટ પર એમસીએક્સ રજિસ્ટર્ડ ઇન્ડિયા રિફાઇન્ડ બ્રાન્ડઝ માટેનો મુખ્ય દસ્તાવેજ મુક્યો છે, જેમાં એમપેનલમેન્ટની પ્રક્રિયાની વિગતો આપવામાં આવી છે.

આજ દિન સુધી, ફક્ત એલએમઈમાન્ય સીસાની બ્રાન્ડઝ જએક્સચેન્જ પર ડિલિવરીપાત્ર છે.આ એમપેનલમેન્ટ સાથે, જે બ્રાન્ડેડ ધાતુ નીચેની બે ઉત્પાદક સવલતોમાંથી ધારાધોરણોને પરિપૂર્ણ કરતી હોય તેને 99.98% અને તેનાથી વધુની શુધ્ધતા સાથે એમસીએક્સ ગુડ ડિલિવરીસીસું તરીકે સ્વીકારવામાં આવશે અને તેથી એમસીએક્સનાસીસાનાવાયદા કોન્ટ્રેક્ટ સામે ડિલિવરીપાત્ર છે.

આ બે ઉત્પાદક સવલતોમાં (1) પાયલોટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એ-44, ખેરાણી ઇન્ડસ્ટ્રિયલ એરિયા,રીકો, ભિવંડી, જિલ્લોઃ અલવર,રાજસ્થાન– 263153 અને (2) ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ, નં.233/15 થી 233/30, તિરુથાની રોડ,અનંતપુરમ-પંચાયત નરસિંગારાયણી પેટ્ટાહ પોસ્ટ, ચિત્તૂર, આંધ્રપ્રદેશ– 517419નો સમાવેશ થાય છે. વધુ થોડા ઉત્પાદકોની સવલતો કે જે એમપેનલમેન્ટની ઓડીટ પ્રક્રિયાના વિવિધ તબક્કે છે, તેને પણ આ યાદીમાં ટૂંક સમયમાં સમાવવામાં આવશે તેમ મનાય છે.

એમસીએક્સના એમડી અને સીઇઓ શ્રી પી.એસ.રેડ્ડીએ જણાવ્યું હતુ કે,“આ બાબત યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદન સવલતો ઘરેલુ સ્તરે ઉત્પાદિત રિફાઇન્ડ સીસા ઇન્ગોટ્સની સ્વીકાર્યતામાં મદદ કરે છે અને ઘરેલુ બ્રાન્ડ ઓળખ અને માન્યતામાં વધારો કરે છે. આ પગલું રાષ્ટ્રભરમાં સંગઠિત બેઝ મેટલ ટ્રેડ, ભાવ શોધ અને પારદર્શકતામાં ભારે યોગદાન આપશે.

એમસીએક્સ પર જૂન 2019માં ફરજિયાત ડિલિવરી પતાવટમાં સીસાનાવાયદા કોન્ટ્રેક્ટના રૂપાંતરણથી 25,000 મે.ટનથી વધુની ડિલિવરી નોંધાઈ છે. ઓછામાં ઓછી 99.97%ની શુદ્ધતા સાથેના સીસું ઇન્ગોટ્સ ચેન્નઇ, થાણે જિલ્લો, નેશનલ કેપિટલ રિજ્યન (એનસીઆર) અને કોલકાતા સહિતના અસંખ્ય ડિલિવરી કેન્દ્રો ખાતે ડિલિવરીપાત્ર છે.

આ ઘરેલુ બ્રાન્ડ એમપેનલમેન્ટનો ઉદ્દેશ એક્સચેન્જ પર મૂળભૂત રીતે પારદર્શક ભાવ શોધ અને કાર્યક્ષમ ડિલિવરી પદ્ધતિ મરફતે વન-નેશન-વન-પ્રાઇસ હાંસલ કરવાનો છે. ઘરેલુ બ્રાન્ડઝનો સમાવેશ પ્રાદેશિક ભાવ અસમાનતા ઘટાડવામાં ભારે મદદ કરશે.

અગાઉ, એમસીએક્સે બીઆઈએસ સ્ટાન્ડર્ડ ગોલ્ડ ગુડ ડિલિવરી નિયમો સ્થાપિત કર્યા છે અને એવા ચોક્કસ ઘરેલુ રિફાઇનર્સને યાદીમાં સમાવવામાં આવ્યા છે જેઓ ગોલ્ડ મિની (100 ગ્રામ્સ) કોન્ટ્રેક્ટસ સામે સોનાની લગડી (બાર્સ)ની ડિલિવરી માટે એક્સચેન્જની યોગ્ય શરતોને પરિપૂર્ણ કરતા હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *