કુશીનગર
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પીઠીની વિધિમાં કૂવાની પૂજા દરમિયાન મહિલાઓ રાતે ગાતાં-નાચતાં પીઠીની વિધિ-મટીકોડવા માટે નીકળી હતી. રસ્તામાં પણ મહિલાઓએ ખૂબ ડાન્સ કર્યો. તેમની સાથે બાળકો પણ ડાન્સ કરતાં હતાં. અમારા ત્યાં છોકરાના ઘરની મહિલાઓ લગ્નની વિધિમાં ગામમાં મંદિર-કૂવા જેવાં મહત્ત્વનાં સ્થાનોની પણ પૂજા કરે છે, જેથી છોકરાની જાન કોઈપણ અવરોધ વગર જઈ શકે અને વહુને સરસ રીતે ઘરે લાવી શકાય, પરંતુ આટલી મોટી દુર્ઘટના થઈ જશે એ વિશે કોઈએ વિચાર્યું નહોતું. ઘરેથી નીકળેલી મહિલાઓ ઢોલ અને મંજીરાં વગાડતી હતી અને નાચતી હતી. તેમાંથી અમુક મહિલાઓ કૂવાના સ્લેબ પર ચડી ગઈ હતી. તેમની સાથે અમુક બાળકીઓ પણ કૂવાના સ્લેબ પર ચડી ગઈ અને કૂદી કૂદીને નાચવા લાગ્યાં હતાં. સ્લેબ પર ૩૫ જેટલી મહિલાઓ ડાન્સ કરતી હતી. સ્લેબ ૩૫ લોકોનું વજન ના ખમી શકતાં અચાનક તૂટી ગયો. અંધારું હતું. ખૂબ મોટો અવાજ આવ્યો. એમાંથી સ્લેબ પર ચડેલી ૧૦ બાળકી અને અમુક મહિલા સ્લેબ પરથી સાઈડમાં કૂદી ગઈ, પરંતુ ૨૫ મહિલા અને અમુક બાળકીઓ કૂવામાં પડી ગઈ. અંધારું એટલું હતું કે કંઈ સમજાતું જ નહોતું કે શું કરવું. અમુક લોકો કૂવામાં કૂદ્યા અને અમુક લોકોએ એમાં દોરડું નાખ્યું. ત્યાં સુધીમાં ૫ લોકોનાં મોત થઈ ગયાં હતાં. બાકીના ૮ લોકોને બહાર કાઢ્યા ત્યાં સુધી તેઓ જીવતા હતા, પરંતુ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં વાર લાગતાં તેમનાં મોત થયાં. અમારા પરિવારે ૮૭ વાર એમ્બ્યુલન્સને ફોન કર્યો. અંદાજે ૨ કલાક પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. એ પહેલાં પોલીસ આવી ગઈ હતી. પોલીસની જીપમાં જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ તેમને સારવાર મળવામાં વાર થતાં તેમનાં મોત થયાં. હવે જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી એ ઘરમાં ૧૩ મૃતદેહો રાખવામાં આવ્યા છે. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. કોલાહલ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બચાવકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું. ૯ બાળકી અને ૪ મહિલાઓને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી, પરંતુ એ પહેલાં જ તેમના મોત થઈ ગયાં હતાં, જ્યારે આ ઘટનામાં ૨૦થી વધુને ઈજા પહોંચી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય કરવા અને દુર્ઘટનામાં ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે.ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પીઠીની વિધિમાં કૂવાની પૂજા દરમિયાન અત્યારસુધીમાં ૧૩ લોકોનાં મોત થયાં છે, તેમાં ૯ બાળકી અને ૪ મહિલાનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બની એની ગણતરીની સેકન્ડો પહેલાં અહીં ખુશીનો માહોલ હતો. મહિલાઓ નાચતી-ગાતી હતી. નાચતાં નાચતાં અમુક મહિલાઓ કૂવાના સ્લેબ પર ચઢી ગઈ હતી. તેમને જાેઈને અમુક બાળકીઓ પણ એના પર ચઢી ગઈ હતી. નબળો સ્લેબ આટલું વજન સહન ના કરી શક્યો અને એ તૂટી ગયો.
