Delhi

એસબીઆઈએ યુપીઆઈ ફ્રોડથી બચવા સચેત રહેવા અપીલ કરી

નવીદિલ્હી
કોરોના મહામારી બાદ ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. આ સાથે જ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓની માત્રા પણ વધી ગઇ છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખૂબ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઓનલાઈન છેતરપિંડીનું સૌથી મહત્વનું પરિબળ ેંઁૈં ઁૈંદ્ગ છે. આ એક પિનને કારણે તમારું આખુ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. બેન્કો લોકોને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે સતત માહિતી આપી રહી છે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને યુપિઆઇ પિનના સાચા ઉપયોગ વિશે જણાવ્યું છે. એસબીઆઈએ કહ્યું છે કે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જ ેંઁૈં પિન નાખવો પડશે. ઉપરાંત, બેન્કે કેટલીક ટીપ્સ જાહેર કરી છે જેનો ઉપયોગ ઑનલાઇન છેતરપિંડીથી બચવા માટે કરી શકાય છે. યુપિઆઇ એટલે યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર, તે એક વાસ્તવિક સમયની ચુકવણી સિસ્ટમ છે જે એક જ મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા બે બેંક ખાતાઓ વચ્ચે ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ ફિચરની મદદથી તમારા સ્માર્ટફોનનો વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે. તમે યુપિઆઇની મદદથી પૈસા મેળવી અને મોકલી શકો છો. રૂપિયા મોકલવા માટે તમારે યુપિઆઇ પિન દાખલ કરવો પડશે.

Fraud-for-personal-use-of-money.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *