Gujarat

સાવરકુંડલા ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ સાહેબની ૫૭૨ મી જયંતિ નિમિત્તે સાવરકુંડલા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા અનુસૂચિત જાતિના સંતો મહંતોનું પુષ્પગુચ્છ, પુષ્પહાર અને શાલ ઓઢાડીને ભારે ભક્તિભાવથી સંન્માન કરવામાં આવ્યું

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તા.૧૮/૨/૨૦૨૨ને શુક્રવારના રોજ સાવરકુંડલા ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ સાહેબની ૫૭૨મી જયંતિ નિમિતે સાવરકુંડલા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા અઠવાડીક કાર્યક્રમો અનુસંધાને સાવરકુંડલા મુકામે અનૂસુચિત જાતીના સંતો મહંતોનું પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન કરેલ જેમાં હાથસણી રોડ સ્થિત રામદેવપીર મહારાજના મહંત પૂજનીય શ્રી અરવિંદબાપુ, ગોવિંદા બાપુ આશ્રમના મહંત શ્રી ધનાબાપુ, લાખાબાપુની જગ્યા મહંત શ્રી નાનજી ભગત, દશનામી મંદિર હનુમાન મઢીના મહંત ૧૦૦૮ શ્રી શ્રી મહા મંડલેશ્વર ગોવિંદગીરી મહારાજ તેમજ સર્વોપરી લાલધામ આશ્રમના દેવી ચંદ્રિકાબેનનું પુષ્પગુચ્છ તેમજ પુષ્પહાર શાલ આપી  સન્માનિત કરેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના અધ્યક્ષશ્રી કેશુભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષશ્રી રણજીતભાઇ વાળા, અરવિંદભાઈ મેવાડા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, મહામંત્રીશ્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, ચંપુભાઈ ધાંધલ, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ દોશી, શહેર અનુ. મોરચાના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા, મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ, તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ મહિડા, તેમજ કારોબારી સભ્યોશ્રી જયંતીભાઈ હેલૈયા, કાનજીભાઈ રાઠોડ, હર્ષદભાઈ પરમાર, રામજીભાઈ સરવૈયા, બાબુભાઇ રાઠોડ, ધીરૂભાઇ વાળા, વીરજીભાઈ વેગડા, કાંતિભાઈ પરમાર, જીવરાજભાઈ પરમાર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક કાર્યક્રમપૂર્ણ કરવામાં આવેલ હતો.

IMG-20220219-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *