International

રશિયા યુક્રેનના ડોનેત્સકને ઘણું નુકસાન પહોંચાડી રહ્યું છે ઃ ડીઆઈયુ

યુક્રેન
રશિયા, યુક્રેનના અસ્થાયી રૂપે કબજા હેઠળના પ્રદેશોમાં તેના સૈનિકો દ્વારા, માળખાકીય સુવિધાઓ અને માળખાને નુકસાન પહોંચાડીને પરિસ્થિતિને અસ્થિર કરવા માંગે છે અને આ પ્રકારની ઘટનાઓ યુક્રેન પર આતંકવાદી જેવી પ્રવૃત્તિઓનો આરોપ લગાવવા માંગે છે. આ સાથે યુક્રેનની ગુપ્તચર એજન્સીએ તેના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ તેમના ઘરની બહાર ન નીકળે અને બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ફરી એકવાર યુક્રેન સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે માનવા માટે કારણ છે કે રશિયન સેના આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવા માગે છે. અમે માનીએ છીએ કે તેઓ યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે, અમે વારંવાર રશિયાની આવી ઘાતક યોજનાઓને ,જાેરથી વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, કારણ કે અમે સંઘર્ષ ઇચ્છીએ છીએ તે માટે નહીં, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે રશિયા યુક્રેન પરના આક્રમણને યોગ્ય ઠેરવે અને તેને થતું અટકાવે. જાે રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો અમે તેના પર કડક પ્રતિબંધો લગાવવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જાે રશિયા ઈચ્છે તો હજુ પણ કૂટનીતિનો માર્ગ પસંદ કરી શકે છે. હજુ પણ આગળ વધવામાં અને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવામાં મોડું થયું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે આ સમય સુધીમાં હું માનું છું કે (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને) પોતાનો ર્નિણય (યુક્રેન પર આક્રમણ કરવાનો) લઈ લીધો છે.યુક્રેન પર સતત રશિયા દ્વારા હુમલાનો ખતરો છે. યુક્રેનની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયા તેના શહેર ડોનેત્સ્કમાં અનેક સામાજિક માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઉપરાંત, એજન્સીએ મોડી રાત્રે ડોનેટ્‌સકના રહેવાસીઓને ઘરે રહેવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળવા વિનંતી કરી હતી.યુક્રેનની સંરક્ષણ ગુપ્તચર એજન્સી ડીઆઈયુએ ટિ્‌વટ કરીને રશિયા પર નિશાન સાધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *