ચોટીલા
રાજકોટથી ચોટીલા આવનારા લોકોને નાક પર રૂમાલ રાખવો જ પડે, તેવી દુર્ગંધ ફેલાતી હોય છે. નગરમાં કોઈ ડમ્પિંગ સાઇટ ન હોવાથી પાલિકા દ્વારા રોજ સ્મશાનની નજીકના રસ્તાની બંને બાજુએ કચરો ઠાલવી દેવાય છે. ચોટીલામાં પાલિકા દ્વારા રોજ ૨ રૂટમાં ૧૨થી ૧૪ ફેરા કરીને કચરો એકત્ર કરાય છે. એક ફેરામાં આશરે ૨૫ મણ જેટલો કચરો હોય છે. એ ગણતરીએ રોજ ૨૫૦ કિલોથી વધુનો કચરો આ સ્થળે ઠલવાય છે. આ કચરામાંથી ૪૦ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં ઝભલાં સહિતનો કચરો પણ હોય છે. ખોરાકની શોધમાં રખડતાં પશુઓ આ સ્થળે આવતાં હોય છે અને પ્લાસ્ટિક સાથેનો કચરો ખાઈને બીમાર પડે છે. પાલિકાની કોઈ ડમ્પિંગ સાઇટ નથી. અમે દરખાસ્ત મોકલી છે, હજી મંજૂર થઈ નથી. પ્લાસ્ટિક માટે ડાયરેક્ટ કંપની લઈ જાય છે. ડમ્પિંગ સાઇટ મંજૂર થયે કચરાના ગંજનો કાયમી ઉકેલ આવી શકે છે. પ્રાણીઓના શરીરમાં ૪ જઠર હોય છે. પ્લાસ્ટિકનું પાચન થતું ન હોવાથી તે જઠરમાં જમા થાય છે. વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક જમા થાય એટલે પાચનશક્તિ મંદ પડી જાય છે. જે પશુઓ માટે મૃત્યુ સમાન બને છે.


