Gujarat

સુરત પોલીસે સ્કુલ-કોલેજની આસપાસ લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો

સુરત
સુરત શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં બંધ કેબિન ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સાથે પોલીસનું જાહેરનામા માં કાફે શોપમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે. છતાં વીઆઈપી રોડ પર બે કેફે શોપમાં કેમેરા લગાડયા ન હતા. જેના કારણે ખટોદરા પોલીસે વીઆઈપી રોડ પર પેલેડીયમમાં ઘ હાર્ટ કે શોપના માલિક જૈમીશ ભરત વાસાણી અને દૂષ્ટી કાફે શોપના માલિક હાર્દિક તુલસી રાવલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત પોલીસે સ્કૂલ-કોલેજની આસપાસના ૫૦ મીટર સુધીના એરિયામાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેને લઈ શહેર પોલીસે એકાએક શુક્રવારે આવા સ્પોટ્‌સ પર ધસી જઈને સપાટો બોલાવી દીધો હતો. પોલીસે આવા ૩૭ યુવકો સામે જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બે દિવસ પહેલાં પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ બહાર પાડયું હતું, જે મુજબ શહેરની સ્કૂલો-કોલેજાે, ટ્યુશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલથી ૫૦ મીટર સુધીના દાયરામાં કેટલાક લુખ્ખા તત્વો સામે કોઈપણ ચોક્કસ કારણ વગર બેસવા કે ઊભા રહેવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જાે કે, તેમ છતાં હજુ આવા તત્વો સુધારવાનું નામ લેતા ન હોવાથી પોલીસે આ મામલે કડક હાથે કાર્યવાહી શરૂ કરી હતી, જે આગામી દિવસોમાં પણ કરાશે. પોલીસે સ્કુલ-કોલેજા પાસેથી પકડતા લુખ્ખાઓ બહાના કાઢવા લાગ્યા હતા. જેમાં એક તો મેગી ખાવા માટે આવ્યો તો બીજાે ચા પીવા તો એક સીગારેટ પીવા, તો એક તો કામ માટે અહીંથી પસાર થતો હોવાની વાત કરી છટકવાની કોશિશ કરી હતી. જાે કે પોલીસે એકપણ યુવકને છોડયા ન હતા.

37-youths-arrested-from-school-college.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *