Gujarat

સુરત પોલીસે કોમ્બિગ ડ્રાઈવ કરી તેમાં ઘાતક હથિયારો જપ્ત કરી ૪૦૨ લોકો સામે કેસ નોંધ્યો

સુરત
સુરત શહેરને અશાંત બનાવનારાઓ સામે સુરત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. એટલું જ નહિ, પણ તમામ પોલીસ અધિકારીઓ, જે-તે પોલીસ સ્ટેશનના પીઆઇથી લઈ તમામ કર્મચારીઓને અલગ અલગ ડ્રાઈવ કરવા સૂચના અપાઇ છે. તો બીજી બાજુ પોલીસ કમિશનર પોતે સાઇકલ ડ્રાઈવ કરી રહ્યા છે. એક અઠવાડિયાથી શરૂ કરેલી ઝુંબેશમાં અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં છે, સાથે સાથે અનેક શકાસ્પદ લોકો સામે પગલાં ભરવામાં આવ્યાં છે. શાંત સુરતને અશાંત બનાવનારાઓ સામે જ આ ડ્રાઈવ હોવાનું પોલીસ કહી રહી છે. પોલીસની આ ડ્રાઈવથી છેલ્લા ૨૪માં કોઈ મોટી ઘટના ન બની હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે.સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી સુરત પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસ તપાસ હતા, જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયારો મળ્યાં હતાં, જેથી ૪૦૨થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાંથી તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં પ્રાણઘાતક હથિયારો મળી આવતાં પોલીસ ચોકી ગઈ છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી ૪૦૨ લોકો પાસેથી પોલીસ દ્વારા હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ ૧૩૫ કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સુરત એક શાંત શહેર છે, પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો અને ગુંડાઓ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે-તે પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત આખો સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, પીસીઆર પેટ્રોલિંગ સધન બનાવવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન બે અઠવાડિયાંમાં ૧૩૫૯૯ વાહન ચેક કરવામાં આવ્યાં છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈને ફરી રહેલા સામે ૪૦૨ કેસ કરવામાં આવ્યા, ચેકિંગ દરમિયાન ૨૧૭૦૦૦ જપ્ત કરાઈ, ૧૦૭ અને ૧૫૧ મુજબ ૪૭૫ વિરુદ્ધ પગલાં ભરાયાં, રાત્રે કોઈપણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકાસ્પદ લાગે એવા ૫૧૮ સામે પગલાં લેવામાં આવ્યાં. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ૯૩ રેમ્બો છરા અને તીક્ષ્ણ હથિયારો રિકવર કરાયાં, ૪૭૫ દારૂ પીધેલાના કેસ કરાયા, ૭૯ કપલ બોક્સ બંધ કરાવાયાં, બીજાને સૂચના મુજબ કઢાવવામાં આવ્યા, ૧૮૮ મુજબ જાહેરનામાના ભગ બદલ ૧૧૭ કેસ કરાયા, ૪૯૫ પાનના ગલ્લા ચેક કરાયા, ૪૯ ગેરકાયદે બંધ કરવામાં આવ્યા, સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગા થતાં ૮૬ ધાબા ચેક કરાયા, ચરસ-ગાજાનું સેવન કરતા હોય એવા ૪૪૧ લારી-ગલ્લા બંધ કરાવાયા છે. પોલીસ હજી સતત પેટ્રોલિંગમાં જાેડાય છે અને આવા અસામાજિકતત્ત્વો સામે પગલાં ભરવા કટિબંધ છે.

Combing-drive-found-deadly-weapons-like-sword-Rambo-knife-paddle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *