Uncategorized

સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, પજવણી કરતાં આરોપી વિરુદ્ધ સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી

સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, પજવણી કરતાં આરોપી વિરુદ્ધ સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી

💫 _જૂનાગઢ શહેરના મધુરમ ટીંબાવાડી વિસ્તાર મા રહેતી સગીરા ના ઘરે સાંજે મોટર સાયકલ લઇને આવી, સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, જાપટ મારી, સગીરા ઉપર એસિડ ફેકી મારી નાખવાની ધમકી આપી તેમજ મોબાઈલ ફોન કરી પજવણી કરતાં આરોપી વિરુદ્ધ સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેડતી, મારી નાખવાની ધમકી અને પોકસો એકટ મુજબ ગુન્હો નોંધી, ગુન્હાની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…_

💫 _ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક શોધી કાઢી, પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝન ના DySP પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઈ, ભગાભાઇ, મેહુલભાઈ, કનકસિંહ, કરણસિંહ, ગોવિંદભાઇ પરમાર, સહિતની *પોલીસ ટીમ દ્વારા આરોપીના મોટર સાયકલ નંબર તથા મોબાઈલ નંબર આધારે ટેકનિકલ સોર્સથી માહિતી મેળવતા, આ ગુન્હામાં આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ સંડોવાયેલ હોવાની માહિતી મળતા, તાત્કાલિક ઉપરોક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢને ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી જ પકડી પાડવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીના કબ્જામાંથી ગુન્હામાં વાપરેલ મોબાઈલ ફોન તથા મોટર સાયકલ મળી કુલ કિંમત રૂ. 21,000/- નો મુદ્દામાલ પણ કબ્જે* કરવામાં આવેલ છે…_

💫 _પકડાયેલ આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢની સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, *પકડાયેલ આરોપી સમીર વાછાણી સગીરાની બહેનપણી સાથે ફ્રેન્ડશીપ હોઈ, સગીરાએ પોતાની બહેનપણીને આરોપી સાથે ફ્રેન્ડશીપ નહીં રાખવાનું કહેતા, આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ કૃત્ય કરેલાની અને એસિડ ફેંકીને મારી નાખવાની ધમકી આપેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. પોલીસ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરી, પ્રથમ કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી, આવતીકાલે રિપોર્ટ આવ્યા બાદ અટક કરવાની કાર્યવાહી* હાથ ધરવામાં આવશે. *હાલના સોશીયલ મીડિયાના સાંપ્રત સમયમાં સગીર વયના બાળકોના માતાપિતા તથા સગીર માટે આ કિસ્સો લાલ બત્તી સમાન કિસ્સો* હોઈ, ચેતવાની જરૂર છે…._

💫 _આ બનાવ બાબતે *ગઇકાલે મીડિયામાં સગીરા ઉપર એસિડ એટેક કર્યા અંગેના સમાચારો પ્રસિદ્ધ થયેલ હતા. પરંતુ આ બનાવમાં કોઈ એસિડ એટેક કરવામાં આવેલ નથી કે એસિડ એટેકના સમાચાર ખોટા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. તપાસ દરમિયાન સગીરાને પકડાયેલ આરોપી દ્વારા ડરાવવા માટે એસિડ ફેંકી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ છે તેમજ આરોપીએ પણ કબૂલાત* કરેલ છે…_

💫 _આ ગુન્હાની આગળની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200521-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *