International

રશિયા – યુક્રેન યુદ્ધથી કોમોડિટી માર્કેટ પર ભારે અસર થશે

અમેરિકા
રશિયા અને યુક્રેન વચ્ચે કટોકટી ચાલુ છે. કોમોડિટી માર્કેટમાં રશિયાની મોટી ભૂમિકા છે. મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે જાે રશિયા આક્રમણ કરશે તો વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં આવી જશે. ખાસ કરીને કોમોડિટી માર્કેટ ઉપર ભારે અસર જાેવા થશે. કાચા તેલની કિંમતમાં વધુ વધારો થશે. યુરોપમાં કુદરતી ગેસ અને વીજળીના દરો પહેલાથી જ ૧૦ ટકા વધી ગયા છે. બેઝ મેટલના ભાવ વધશે. ઘઉં પણ મોંઘા થશે. રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદની અસર વિશ્વના અનેક દેશ અને વૈશ્વિક બજારમાં જાેવા મળશે. જાે બન્ને દેશ વચ્ચે યુદ્ધ થશે તો આની અસર અતિ ગંભીર થશે. કોમોડિટી માર્કેટમાં રશિયાની મોટી ભૂમિકા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જેપી મોર્ગનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જાે વૈશ્વિક ઉત્પાદનમાં રશિયાના હિસ્સાની વાત કરીએ તો પેલેડિયમ ઉત્પાદનમાં રશિયાનો હિસ્સો ૪૫.૬ ટકા, પ્લેટિનમ ૧૫.૧ ટકા, સોનું ૯.૨ ટકા, ચાંદી ૨.૬ ટકા, તેલ ૮.૪ ટકા છે. જ્યારે ગેસ ૬.૨ ટકા, નિકલ ૫.૩ ટકા, ઘઉં ૫ ટકા, એલ્યુમિનિયમ ૪.૨ ટકા, કોલસો ૩.૫ ટકા, તાંબુ ૩.૩ ટકા અને ચાંદી ૨.૬ ટકા છે. જાે બન્ને દેશ વચ્ચે સંઘર્ષ થાય તો, આવાનાર દિવસોમાં પેટ્રોલિયમ, ગેસ અને કોલસાના ભાવમાં ભારે વધારો જાેવા મળશે. જેની અસર, વિશ્વના વિવિધ દેશના ઉદ્યોગો ઉપર પણ જાેવા મળશે..રશિયા અને યુક્રેન વચ્ચે કટોકટી ચાલુ છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. અહીં શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મિસાઈલ ડ્રિલ જાેવા માટે આવ્યા હતા, ત્યારબાદ આ તણાવ વધુ વધી ગયો છે. જાે આ બંને દેશો વચ્ચે તણાવ ચાલુ રહેશે તો વૈશ્વિક બજાર પર તેની શું અસર થશે તે જાણવું જરૂરી છે.

Russia-Ukraine-War-Commodity-effect.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *