રાજસ્થાન
ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન તેની પત્નીની કોરોનાના કારણે તબિયત બગડી હતી. તેણે તીવ્ર તાપ આવ્યો અને ટેસ્ટ કરાવ્યા પછી તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, થોડા સમય પછી તેની તબિયત હજુ વધુ ખરાબ થતી ગઈ, સુરેશ પત્નીને લઈને બાંગડ હોસ્પિટલ પહોંચ્યો, પણ ત્યાં એક પણ બેડ ખાલી ન હતો, તેના પત્નીની તબિયત સમયની સાથે વધુ ખરાબ થતી ગઈ, પછી સુરેશ પત્નીને લઈને જાેધપુર એમ્સ પહોંચ્યો અને ત્યાં તેણે દાખલ કર્યું. ડોક્ટર સુરેશને રજાઓ મળતી ન હતી, જેના કારણે તે પોતાના સંબંધીઓને પત્નીની પાસે છોડીને પાછો ડ્યુટી પર જતો હતો. આ દરમિયાન ડોકટરોએ કહ્યું કે, અનિતાની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેના લંગ્સ ૯૫ ટકા ખરાબ થઇ ગયા છે અને તેણે વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે, ડોક્ટર્સે કહ્યું કે અનિતાનું બચવું મુશ્કેલ છે, છતાં સુરેશે હાર ન માની અને પોતાની પત્નીને લઈને અમદાવાદ ગયો. ૧ જૂનને સુરેશે અનિતાને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. કોરોનાના કારણે અનિતાનું વજન ખૂબ જ ઓછું થયું હતું, તેના શરીરમાં રક્તની પણ કમી હતી, ત્યાર બાદ તેણે ડોક્ટર્સે ઈઝ્રસ્ર્ં મશીન પર શિફ્ટ કર્યું. આ મશીનના સહાયથી હાર્ટ અને લંગ્સ ઓપરેટ થઇ રહ્યા હતા, સુરેશનું કહેવું હતું કે, આ મશીનનો એક દિવસનો ખર્ચ એક લાખ રૂપિયાથી વધુ હતો, સારવારના કારણે દેવું વધી રહ્યું હતું, પણ તેણે નિશ્ચય કર્યો હતો કે કોઇ પણ સ્થિતિમાં પત્નીને બચાવવી છે, અનિતા અંદાજે ૮૭ દિવસ સુધી હોસ્પિટલમાં રહી હતી, પછી તેની તબિયતમાં સુધારો થતો ગયો અને તેની જિંદગી બચી ગઈર્ સુરેશનું કહેવું છે કે સારવાર માટે પૈસા ભેગા કરવાના હતા, એટલે મેં મારી એમબીબીએસ ડિગ્રી આપીને ૭૦ લાખ રૂપિયાનું બેંકથી લોબ લીધું હતું, પોતાની સેવિંગ માત્ર ૧૦ લાખ રૂપિયા હતી અને મિત્રોએ તેમજ સહકર્મચારીઓએ ૨૦ લાખ આપ્યા હતા. તેમજ ૧૫ લાખ રૂપિયામાં પોતાનો એક પ્લોટ વેચી નાંખ્યો, અન્ય સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લીધા હતા.રાજસ્થાનના એક વ્યક્તિએ પોતાની પત્નીને વેલેન્ટાઈન ડે પર જિંદગીનું ગિફ્ટ આપ્યું છે. પાલીના ડોક્ટર સુરેશ ચૌધરીએ કોરોના સંક્રમિત પત્ની અનિતાને બચાવવા માટે પોતાનું સર્વસ્વ દાંવ પર લગાવી દીધું, અંતમાં પ્રેમની જીત થઇ અને તેણે પોતાની પત્નીને મૃત્યુના મોં માંથી બહાર કાઢ્યું, ડોક્ટર સુરેશ ચૌધરીએ કોરોનાગ્રસ્ત પત્નીની સારવાર માટે પોતાની એમબીબીએસની ડિગ્રી આપીને લોન લીધી. આ દંપત્તિને હાલમાં ખૂબ જ ચર્ચામાં રહી છે, સુરેશ ચૌધરી પાલી જિલ્લાના ખૈરવા ગામનો નિવાસી છે, તે પત્ની અનિતા અને ૫ વર્ષીય પુત્રની સાથે રહે છે.