મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે માત્ર આરોપ-પ્રત્યારોપનો યુગ માત્ર શરૂ નથી થયો, પરંતુ શાબ્દિક યુદ્ધ પણ છેડાયું છે જેમાં લુચા, લફંગા, દલાલ, ચપ્પલ વડે મારવા જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. જેમાં શુક્રવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જાેઈને શિવસેનાને સલાહ આપી છે કે સામનાના સંપાદકને બદલી નાખે. ભાજપે એ પણ નક્કી કર્યું કે શિવસેના અને ખાસ કરીને સંજય રાઉતને જાે કોઈ તેમની ભાષામાં જવાબ આપી શકે તો તે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે છે, જેમનું રાજકીય કલ્ચર શિવસેનાએ બનાવ્યું છે. બાદમાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા. તેથી જ ભાજપે કિરીટ સોમૈયા સાથે નારાયણ રાણેને ક્રિઝ પર ઉતાર્યા છે. જેમાં શનિવારે આ ફ્રી સ્ટાઈલ લડાઈનો નવો એપિસોડ દેખાયો છે. પહેલા નારાયણ રાણેએ પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યો હતો કે ‘માતોશ્રી’ બંગલાના વિસ્તરણ માટે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેને પૈસા ચૂકવીને રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યું હતું. આ પછી સાંસદ વિનાયક રાઉતે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપનો જવાબ આપ્યો. સંજય રાઉત ફરી એ જ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા અને તેમણે બીજેપી અને કિરીટ સોમૈયા, નારાયણ રાણે સહિત તપાસ એજન્સી ઈડ્ઢના અધિકારીઓ પર નિશાન સાધ્યું. સંજય રાઉતે કહ્યું, ‘આ જે કિરીટ સોમૈયા છે, છેલ્લા ચાર દિવસથી હું દરરોજ એક કૌભાંડની જાણ કરી રહ્યો છું. પાલઘર વિસ્તારના વેવુર નામના ગામમાં એક મોટો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૨૬૦ કરોડ છે. આ પ્રોજેક્ટ તેમના પુત્રના નામે શરૂ કરવામાં આવ્યો છે. તેમની પત્ની મેધા સોમૈયા આ પ્રોજેક્ટના ડાયરેક્ટર છે. આ ૨૬૦ કરોડમાં એક ઈડ્ઢ ડાયરેક્ટર પણ સામેલ છે. આ બેનામી પ્રોપર્ટી ઈડ્ઢના ડિરેક્ટરની છે. તેમની પાસે આ કરોડો રૂપિયા ક્યાંથી આવે છે? આ પછી સંજય રાઉતે નારાયણ રાણેના નિવેદનનો જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે સંજય રાઉતની સંપૂર્ણ જન્મકુંડળી તેમની પાસે છે. નારાયણ રાણેએ એમ પણ કહ્યું હતું કે માતોશ્રીના ચાર લોકો માટે ઈડ્ઢ નોટિસ તૈયાર છે. તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘અમારી કુંડળી જાેવાની ધમકી આપશો નહીં. તમારે જેલમાં બેસીને તમારી કુંડળી જાેવી પડશે. તેની કુંડળી અમારી પાસે છે, આમની કુંડળી અમારી પાસે છેપ આ બધું ઘણું થયું. અમારી પાસે શું તમારી કુડળી નથી ? આ મહારાષ્ટ્ર સરકાર છે. જાે કેન્દ્રમાં તમારી સરકાર છે તો મહારાષ્ટ્રમાં પણ મજબૂત સરકાર છે. અમારી હાથમાં પણ ઘણું છે. તેથી ધાકધમકી આપવાની જાળમાં ન ફસાશો નહીં તો ફસાઈ જશો.